ભારતીય ટીમના સ્પિન ગેંદબાજ યુજવેન્દ્ર ચહલ પત્ની ધનશ્રી સાથે હાલના દિવસોમાં દુબઈમાં હનીમૂનનો આનંદ માણી રહ્યા છે. હનીમૂનની ઘણી તસ્વીરો બંનેએ પોત પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે.
View this post on Instagram
આ નવવિવાહિત જોડી મન ભરીને હનીમુનનો આનંદ માણી રહી છે. અમુક તસ્વીરોમાં ધનશ્રીએ યોર્ટની મજા લેતી પણ દેખાઈ હતી જ્યારે અમુકમાં તે પતિ સાથે રોમેન્ટિક થઇ રહી છે, હનીમૂનની તસ્વીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
યુજવેન્દ્ર સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને ચાહકોને એન્ટરટેન કરતા વિડીયો શેર કરતા રહે છે, જેને ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે. એવામાં તાજેતરમાં જ યુજવેન્દ્રએ વાઈલ્ડ લાઈફ એન્જોય કરતો વિડીયો શેર કર્યો છે, જેમાં તે ધનશ્રી સાથે જીરાફને ફૂડ આપતા દેખાઈ રહ્યા છે.
View this post on Instagram
આ સમયે ધનશ્રીએ બ્લેક આઉટફિટ પહેરી રાખ્યો છે અને હાથમાં લાલ ચૂડલો પણ પહેર્યો હતો, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. તસ્વીરો અને વિડીયો જોઈને લાગી રહ્યું છે કે બંન્ને એકસાથે ખુબ ક્વોલિટી સમય વિતાવી રહ્યા છે.એવામાં તાજેતરમાં જ ધનશ્રીએ પોતાના લગ્નના સમયનો એક વિડીયો શેર કર્યો છે. વીડિયોમાં ધનશ્રી લગ્નના સુંદર લાલ રંગના લહેંગામાં દેખાઈ રહી છે.હાથમાં લાલ ચૂડલો પહેરેલી ધનશ્રી ખુબ જ સુંદર લાગી રહી હતી, અને ચૂડલામાં ઝુમકાઓ પણ લગાવ્યા હતા જે તેની સુંદરતામાં અનેક ગણો વધારો કરી રહ્યા હતા.
View this post on Instagram
સૌથી ખાસ વાત એ છે કે વીડિયોમાં ધનશ્રી ‘અરેરે અરેરે ક્યાં હુઆ’ ગીત પર ધમાકેદાર ડાન્સ કરી રહી હતી, અને ખુબ જ ખુશ દેખાઈ રહી હતી. એ તો બધા જાણે જ છે કે ધનશ્રી એક ડાન્સર પણ છે જેને લીધે તે અવાર નવાર ડાન્સ કરતા વિડીયો શેર કરતી રહે છે, પણ આ સમયે દુલ્હનના લહેંગામાં ડાન્સ કરતી ધનશ્રીની અદાઓ એકદમ અલગ જ લાગી રહી હતી.લગ્ન પછી આ નવવિવાહિત જોડી મહેન્દ્રસિંહ ધોનીના ઘરે પણ ડિનર માટે પહોંચી હતી. જેની તસ્વીરો પણ વાયરલ થઇ હતી. જુઓ યુજવેન્દ્ર-ધનશ્રીનો વાઈલ્ડ લાઈફ એન્જોય કરતો વિડીયો…
View this post on Instagram
જુઓ ધનશ્રીનો દુલ્હનના લહેંગામાં ડાન્સ કરતો વિડીયો…
View this post on Instagram