મનોરંજન

યૂઝવેન્દ્ર ચહલની પત્ની ધનાશ્રી વર્માએ “પરી હું મેં” ઉપર ઝૂમીને કર્યો ડાન્સ, વારંવાર જોવાઈ રહ્યો છે વીડિયો

ભારતીય ટીમના સ્પિનર બોલર યૂઝવેન્દ્ર ચહલે ધનાશ્રી વર્મા સાથે અચાનક લગ્ન કરી અને ચાહકોને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ તેમના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહી હતી. લગ્ન બાદ બંને હનીમૂન મનાવવા માટે દુબઇ ગયા હતા, ત્યાંથી પણ તેમને ઘણી તસવીરો શેર કરી હતી. પરંતુ હાલ ધનાશ્રીનો એક ડાન્સ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

એ વાત તો સૌ કોઈ જાણે છે કે ધનાશ્રી એક ડોક્ટર હોવાની સાથે સાથે એક ડાન્સર પણ છે. તે ઘણા ડાન્સ વીડિયો પોતાના સોશિયલ મીડિયા ઉપર શેર કરતી રહે છે અને તેના આ વીડિયો ખુબ જ વાયરલ પણ થતા હોય છે. ચાહકોને પણ તેના વીડિયો ખુબ જ પસંદ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

હાલમાં જ ધનાશ્રીએ “પરી હું મેં” ગીત ઉપર ડાન્સ કરતા વીડિયો શેર કર્યો છે, જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને 3 લાખ કરતા પણ વધારે લોકોએ જોઈ લીધો છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

આ વીડિયોની અંદર ધનાશ્રી ટ્રેડિશનલ લુકમાં જોવ મળી રહી છે, તો તેના ડાન્સ મૂવ્સ પણ કમાલના જોવા મળી રહ્યા છે. તેના આ વીડિયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.