મનોરંજન

ધનશ્રી-ચહલના લગ્નનો પૂર્ણ થયો એક મહિનો, ધનશ્રીથી દૂર ચહલે ભાવુક પોસ્ટ લખીને ઉજવી એનિવર્સરી

ટિમ ઇન્ડિયાના ક્રિકેટર એવા યુજવેન્દ્ર ચહલે આગળના મહિને પોતાની પ્રેમિકા અને ડાન્સર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી અને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી. લગ્ન અને સગાઈની તમામ વિધિમાં ધનશ્રી અને ચહલ ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.

લગ્ન પછી આ રોમેન્ટિક જોડી હનીમૂન પર પહોંચી હતી. હનીમૂનની તસ્વીરો પણ બંનેએ પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી હતી. એવામાં હાલના દિવસોમાં ચહલ ધનશ્રીથી દૂર હરિયાણાં ટીમની તરફથી રમી રહ્યા છે.

એવામાં આજના દિવસે તેઓના લગ્નનો એક મહીનો પૂર્ણ થયો છે અને ચહલે ધનશ્રીને યાદ કરતા પોતાનો પ્રેમ અને ધનશ્રીથી દૂર રહેવાનું પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.

લગ્નનો એક મહિનો પૂર્ણ થવા પર બંન્નેએ પોત-પોતાના એકાઉન્ટ પર લગ્નનો એક સુંદર વિડીયો શેર કર્યો છે અને એકબીજાને યાદ કર્યા છે. આ સિવાય ભાવુક કૈપ્શન પણ લખ્યું છે. ચહલે લાંબી ભાવુક પોસ્ટ લખીને અંતમાં કહ્યું કે,”ધનશ્રી મને તારા પર ગર્વ છે, હેપ્પી એનિવર્સરી વાઈફી’.

લગ્નનો એક મહિનો પૂર્ણ થવા પર ચહલે ધનશ્રીને લાલ ગુલાબના ફૂલોનો ગુલગસ્તો પણ મોકલ્યો હતો, જેની તસ્વીરો ધનશ્રીએ પોતાની સ્ટોરીમાં શેર કરી હતી અને ચહલનો આભાર માન્યો હતો અને લગ્નનો એક મહિનો પૂર્ણ થવા પર ચહલને શુભકામનાઓ પણ પાઠવી હતી.

લગ્નનો એક મહિનો પૂર્ણ થવા પર જુઓ ચહલ અને ધનશ્રીએ શેર કરેલો વીડિયો…