રસોઈ

ધાણા ની ચટણી બનાવાની રેસિપી….તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી ને બનાવજો આજે જ

ધાણાની ચટણી બનાવવાની રેસીપીઆ ચટણીને લીલી ચટણી પણ કહેવામાં આવે છે.લીલા ધાણાની ચટણી ને સેન્ડવીચ અને રગડા પેટીસ ને સાથે પીરસવામાં આવે છે.
સામગ્રી

  • લીલા ધાણા 100 ગ્રામ
  • મગફળી ૨ ચમચી
  • લીલા મરચા ૨ નંગ
  • આદુ 1 ચમચી
  • લસણ 1 ચમચી
  • નારિયેળ એક ચમચી
  • લીંબુનો રસ 1
  • ખાંડ 1 ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર

ઇન્સ્ટ્રક્શન1. લીલા ધાણાને ધોઈને સાફ કરી નાખો.
2. લીલા ધાણા સિવાય બધી સામગ્રીને મિક્સ ગ્રાઈન્ડરમાં લઈ લો.
3. મિક્સર ચાલુ કરીને બધી સામગ્રીને પીસી નાખો.
4. હવે લીલા ધાણાને મિક્સરમાં નાખીને પીસી નાખો.
5. ચટણી ચાખી લો અને જરૂરત મુજબ ખાંડ અને લીંબુનો રસ નાખો.
6. લીલા ધાણાની ચટણી તૈયાર છે.ધાણાની ચટણીધાણાની ચટણી બનાવવા માટે આપણે આ ચીજ વસ્તુઓની જરૂર પડશે.લીલા ધાણા, શેકેલા સીંગદાણા,નારિયેળ,લસણ,આદુ લીલા મરચા,લીંબુનું પાણી અને ખાંડ.
લીલા ધાણા એ બધી સામગ્રીને એક મિક્સરમાં લઈ લો અને પીસી નાખો. લીલા ધાણાને આપણે પછી નાખશું કારણ કે તેને પીસવા માં સમય લાગે છે.નારિયેળને મગફળીને સરખુ થી પીસી નાખો.  હવે લીલા ધાણાને મિક્સરમાં નાખો અને તેને સારી રીતે પીસી નાખો.
લીલા ધાણાની ચટણી ને ચાખી લો અને જરૂરિયાત અનુસાર મીઠુ ખાંડ અથવા લીંબુનો રસ નાખો.
લીલા ધાણાની ચટણી તૈયાર છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.