જ્યોતિષ શાસ્ત્ર

આ ધનતેરસના દિવસે કયુ મુહૂર્ત છે શુભ? જાની સાચી વિધિ અને શુભ મુહૂર્ત વાંચો આજે

દિવાળીનું આગમન થઇ ચૂક્યું છે, ખરીદીઓનો શુભારંભ પણ થઇ ગયો છે. હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેવાર સૌથી મુખ્ય તહેવાર છે. આ દિવસે નવા કપડાથી લઈને ઘર વકરીની ઘણીબધી વસ્તુઓ આપણે ખરીદતા હોઈએ છે. દિવાળી આવે એટલે તહેવારોની વણઝાર પણ આવી જાય. તેમાં પણ ધનતેરસનો તહેવાર ખાસ માનવામાં આવે છે.

Image Source

ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાની સાથે સાથે તે દિવસે સોનાની ખરીદી કરવામાં પણ મોટાભાગના લોકો માને છે. આ દિવસે સોનુ ખરીદવું શુભ મનાય છે. શાસ્ત્રોના કહ્યા અનુસાર ધનતેરસના દિવસે કોઈ ધાતુ જરૂર ખરીદવી જેના કારણે લોકો સોના ચાંદી જેવી ધાતુની પોતાની યથાશક્તિ પ્રમાણે ખરીદી કરે છે.

Image Source

ધનતેરસના દિવસે પૂજાનું પણ ખાસું મહત્વ છે. આ દિવસે ધનની પૂજા કરવા માટે યોગ્ય મુહૂર્ત જોવામાં આવે છે અને એ સમયમાં ઘરમાં રહેલા નાના મોટા સમગ્ર ધનની પૂજા કરવામાં આવે છે.

Image Source

તો આ 25 તારીખે આવનારી ધનતેરસના દિવસના શુભ મુહૂર્ત તમને જણાવીએ

Image Source

ધનતેરસની પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 7 વાગ્યે અને 8 મિનિટે  શરૂ થાય છે જે રાત્રે 8 વાગ્યે અને 14 મિનિટે પૂર્ણ થશે.  કુલ 1 કલાક અને 06 મિનિટના સમયગાળા દરમિયાન તમે પૂજા કરી શકો છો.
પ્રદોષ કાળ :સાંજે 5:39 થી લઈને 8:14 સુધી છે.

Image Source

ધનતેરસના દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવામાં આવે તો પણ તમને ધનની પ્રાપ્તિ થઇ શકે છે. જો તમે સોનુ ખરીદવા માટે સક્ષમ ના હોય તો પણ તમે એવી ઘણી વસ્તુઓ છે જે ખરીદી અને ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરાવી શકો છો.

Image Source

ધનતેરસના દિવસ કોઈપણ ધાતુનું એક વાસણ જરૂર ખરીદવું. તમે ચાંદીનું પણ ખરીદી શકો છો. માત્ર આ વાસણ પાણી ભરી શકાય એવું ખરીદવાનો આગ્રહ રાખજો.
ધનતેરસના દિવસે લક્ષ્મીજી અને ગણેજીની અલગ અલગ મૂર્તિઓ ખરીદવી શુભ છે.

Image Source

આ દિવસે સફેદ મમરા, પતાશા અને માટીના દિવા ખરીદવા પણ શુભ માનવામાં આવે છે.
ધનતેરસના દિવસે તમે આંકડાઓનું બનેલું કોઈપણ આકારનું લક્ષ્મીયંત્ર ખરીદવું શુભ રહે છે.
આ દિવસે લક્ષ્મી માતાજીની માટીની બનેલી 9 કે 11 દિવા વાળી મૂર્તિ ખરીદવી પણ શુભ માનવામાં આવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.