જીવનશૈલી

દુબઈની આ મમ્મી બાળકના ભોજનનું ડેકોરેશન એવી રીતે કરે છે કે દરેક બાળક આનાકાની વિના જમી લે!

આપણે ઘણી સ્ત્રીઓ જોઈ હશે કે જેમના કામનું કેન્દ્ર હંમેશા તેમનું બાળક જ હોય છે. સ્ત્રીઓ માતા બન્યા પછી, બાળક નાનું હોય એટલે પહેલા તેમનું ધ્યાન રાખવાનું કામ, અને પછી થોડું મોટું થાય એટલે તેમની પસંદ-નાપસંદને ધ્યાનમાં રાખીને બીજું બધું જ કામ કરતી હોય છે.ત્યારે ઘણી મમ્મીઓ એવી હોય છે કે બાળકના ઉછેરની સાથે જ નોકરી પણ કરતી હોય છે અને ઘણી મમ્મીઓ એવી હોય છે કે જે નોકરી છોડીને અને બધું જ કામકાજ છોડીની તેમના જીવનનું કેન્દ્ર બાળકને બનાવી લેતી હોય છે.જયારે કેટલીક મમ્મીઓ એવી પણ હોય છે કે જે બાળકને કેન્દ્ર બનાવીને ક્રિયેટિવ કામ પણ કરી લેતી હોય છે. આજે આપણે એવી જ મમ્મી વિશે વાત કરીશું કે જેને પોતાના બાળકને ધ્યાનમાં રાખીને નોકરી તો છોડી દીધી પણ ઘરે બેઠા નિષ્ક્રિય મમ્મી બની જવાને બદલે ખૂબ જ રચનાત્મક કામ કરવાનું શરુ કર્યું.મૂળ પોરબંદરના અને લગ્ન બાદ રાજકોટ અને પછી દુબઇ સેટ થઇ ગયેલા ધર્મિષ્ઠા ભરડવા વિશે આજે વાત કરીશું. તેમને પહેલા તેઓ તેમના દીકરાની ક્રિયેટિવ ફોટોગ્રાફી શરુ કરી હતી અને હવે ફૂડ પર ક્રિયેટિવ વર્ક કરે છે, જે બાળકોને પસંદ આવે એવી અને મહત્વની વસ્તુ છે.ધર્મિષ્ઠા ભરડવાને વાંચન, લેખન, ફોટોગ્રાફી અને બીજી ક્રિયેટિવ પ્રવૃતિઓમાં ઘણો રસ છે. પહેલા તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા, અને ફ્રી સમયમાં તેમને ગમતી પ્રવૃતિઓ પણ કરતા હતા. તેમને એક્ટિવ રહેવું ગમે છે, પણ પછી તેમના દીકરાનો જન્મ થયો અને દીકરાના ઉછેર માટે તેમને નોકરી છોડી દીધી. દીકરો મોટો થતો ગયો તેમ તેમ તેમને લાગ્યું કે હવે તેઓએ ફરીથી પોતાની પ્રવૃતિઓ શરુ કરવી જોઈએ.
પણ બાળકના ઉછેરની સાથે આ નોકરી કરવી પસંદ ન હતી એટલે તેમને પોતાના દીકરાની તસ્વીર ક્રિયેટિવ રીતે ક્લિક કરવાનું શરુ કર્યું. જેના માટે તેઓ ઘરે જ જાતે જ ઘરની વસ્તુઓ દ્વારા ક્રિયેટિવ સેટ તૈયાર કરતા હતા. તેમને ફોટોગ્રાફી તો પહેલેથી જ પસંદ હતી એટલે તેમને ઘરે પોતાના દીકરા સાથે જ સમય પસાર કરતા કરતા આ શરુ કર્યું. હવે ફરીથી ધર્મિષ્ઠા ભરડવાએ ફૂડ પર ક્રિયેટિવ વર્ક કરવાનું શરુ કર્યું છે. તેમનો દીકરો મોટો થઇ ગયો છે એટલે હવે તેને ખાવાનું ભાવે એ રીતે તેઓ ભોજનને ક્રિયેટિવ રીતે પ્લેટમાં સજાવે છે. તેમનું કહેવું છે કે ‘જે લોકો ફૂડી હોય છે તે લોકોને ખાલી ફૂડ જોઈને મોઢામાં પાણી આવી જતું હોય છે. ક્યારેક ફૂડ દેખાવમાં એટલું સારું લાગતું હોય છે ને કે કદાચ જમવાની ઈચ્છા ન હોય પણ દેખાવ જોઈને જમી લેવાય છે. ક્યારેક નાના બાળકો પણ જમવાની વાતમાં સતત હેરાન કરતા હોય છે. પણ જો બાળકોને અલગ અલગ કલરમાં કે અલગ અલગ શેપમાં જમવાનું આપીએ તો તે જમવા માટે તરત જ તૈયાર થઈ જાય છે. અહીં મેં સ્પેશિયલી બાળકો માટે ફૂડ પર ક્રિએટીવ વર્ક કરેલું છે. જેમાં મેં શાકભાજી અને ફ્રુટનો યુઝ કરેલો છે. હા, એક વાત છે કે કદાચ કોઈ પ્યોર વેજિટેરિયન હોય તો તેને એનિમલ કે બર્ડ પર કરેલું ક્રિયેટીવ વર્ક ના ગમે. પણ, એક વાત તો સાચી જ છે કે ટીવી કે ફોન જોતાં-જોતાં જમે એના કરતાં તો સારું જ. અલગ અલગ રીતે ફૂડ આપવાથી વિટામિન્સ અને પોષકતત્વો મળશે જ અને બાળક જાતે જ જમતાં શીખી જશે. બીજી વાત એ પણ છે કે આપણે આપણા બાળકને સારું ફૂડ આપીને સારું સ્વાસ્થ્ય આપી શકીએ તો આનાથી વધારે બીજું સારું તો શું હોઈ શકે!’

જુઓ 30 તસ્વીરો : દુબઈમાં રહેતી આ મૂળ ગુજરાતી મમ્મીએ પોતાના નાના દીકરા સાથે કરી ક્રિયેટિવ ફોટોગ્રાફી

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.