અદ્દભુત-અજબગજબ ખબર પ્રસિદ્ધ

લોકડાઉનના સમયમાં તમને બતાવીએ આ ગુજરાતી મમ્મીએ પોતાના દીકરા સાથે કરેલી ક્રિયેટિવ ફોટોગ્રાફી, જુઓ 15 તસ્વીરો

વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વરસી રહ્યો છે ત્યારે લોકો લોકડાઉનમાં ઘરે જ છે. ત્યારે ઘરે બેઠા લોકો ઘણા ક્રિયેટિવ કામો કરી રહયા છે. ત્યારે આજે આવા સમયે તમને એક ગમી જાય એવી વાત એટલે કે ક્રિયેટિવ ફોટોગ્રાફીની વાત કરીએ. દુબઈમાં રહેતી આ ગુજરાતી મહિલા માતા બન્યા પછી કશુંક ક્રિયેટિવ કરવા માંગતી હતી જેથી તેને પોતાના બાળકને સાથે રાખીને ક્રિયેટિવ ફોટોગ્રાફી કરવાની શરુ કરી. તો આજે જોઈએ મૂળ પોરબંદરના અને લગ્ન બાદ રાજકોટ અને પછી દુબઇ સેટ થયેલા ધર્મિષ્ઠા ભરડવાએ પોતાના દીકરા સાથે કરેલી ફોટોગ્રાફીની 12 તસ્વીરો – ધર્મિષ્ઠાબેને જણાવ્યું હતું કે તેઓ મૂળ પોરબંદરથી અને લગ્ન બાદ રાજકોટ અને ત્યારબાદ દુબઈ સેટ થઇ થયા. તેમને વાંચન, લેખન, ફોટોગ્રાફી અને બીજી ક્રિયેટિવ પ્રવૃતિઓમાં ઘણો રસ છે. તેમના દીકરા રિશીતના જન્મ પહેલા તેઓ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા અને અને ફ્રી ટાઈમમાં તેમને ગમતી પ્રવૃત્તિ કરતા. તેમને હંમેશા એક્ટિવ રહેવું ગમે છે. પછી તેમને ત્યાં દીકરા રિશીતનો જન્મ થયો અને તેમને નોકરી છોડી દીધી.તેઓ કહે છે – ‘જેમ જેમ સમય વીતતો ગયો અને રિશીત મોટો થતો ગયો અને એકલો રમતો થયો એટલે મને લાગ્યું કે મારે ફરીથી હવે મારા ટ્રેક પર આવવું જોઈએ. પણ મારા માટે મારા બાળકનો ઉછેર વધુ મહત્વનો છે અટલ હું નોકરી તો શરુ ન કરી શકું. એટલે મેં એના વિશે વિચાર્યું અને એક બીજો વિકલ્પ શોધી કાઢ્યો.’‘મને ફોટોગ્રાફીનો શોખ તો હતો જ એટલે મેં રિશીતના ફોટોસ ક્રિયેટિવ રીતે ક્લિક કરવાનું વિચાર્યું. હવે અહીં વાત આવતી હતી મોંઘવારીની. દુબઈમાં રેડીમેડ મટીરીયલ ઘણું જ મોંઘુ મળે અને આવા મોંઘા શોખ ન પરવડે. એટલે માટે વસ્તુઓ બજારમાંથી ખરીદવાનું ઠીક ન લાગ્યું. આખરે મેં ઘરે જ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું નક્કી કર્યું.’વધુમાં આગળ જણાવતા ધર્મિષ્ઠાબેને કહ્યું કે ‘હું જાતે જ ઘરે જ વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરીને ક્રિયેટિવ સેટ તૈયાર કરવા લાગી. મેં વેસ્ટ ફોઈલ, ચાદર, ટીશ્યુ પેપર, નાકામ ખોખાઓ વગેરે જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને જાતે જ ફોટોશૂટ માટે સેટ બનાવવાનું ચાલુ કર્યું. અને રિશીતની તસ્વીરો ક્લિક કરવા માંડી.’‘શરૂઆતમાં તો તસ્વીરો ક્લિક કરીને મિત્રો અને પરિવારના લોકોને બતાવવા માટે ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર મુક્યા. બધાએ જ મારી ક્લિક કરેલી તસ્વીરોને વખાણી અને પછી બધા પાસેથી સારું પ્રોત્સાહન મળવા લાગ્યું. એટલે મેં આગળ જુદી-જુદી થીમ પર તસ્વીરો ક્લિક કરવાનું ચાલુ રાખ્યું.’આગળ પણ આ કામ ચાલુ રાખવા અંગે ધર્મિષ્ઠાબેનનું કહેવું છે કે હજુ એમને ઘણી થીમ પર ફોટોગ્રાફી કરવાની છે. અને તેઓ આ કામ ચાલુ રાખશે. ‘જો મદદની વાત કરું તો તસ્વીરો ક્લિક કરવામાં મારા પતિ અશ્વિનની મદદ લઉં છું. આ સિવાય સેટ રેડી કરવામાં કોઈ સૂચનો જોઈતા હોય તો મારા ભાઈ-બહેનોની મદદ લઉં છું.’નાના દીકરા સાથે ફોટોગ્રાફી કરવાના અનુભવ વિશે ધર્મિષ્ઠાબેન કહે છે કે ‘રિશીત ઘણો એક્ટિવ છે. એ મને સરળતાથી ફોટોસ ક્લિક કરવા દેતો નથી. એટલે એ જયારે ઊંઘતો હોય ત્યારે તેની તસ્વીરો લેવું મારા માટે સરળ રહે છે. ક્યારેક તે જાગી જાય ત્યારે સેટ ખરાબ થઇ જાય તો ક્યારેક એવું પણ બને છે કે મારે એક જ સેટ 3-4 વાર બનાવવો પડે છે. એ પછી મને એક-બે સારા ફોટોઝ મળે છે.’‘આમ, રાતના સમયે ફોટો ક્લિક કરવામાં ક્યારેક રાતના 2 કે 3 સુધી જાગવું પડે છે અને રિશીત જાગી ન જાય અને ફોટોસ પણ સારા ક્લિક થાય તેની ખાસ કાળજી રાખવી પડે છે.’

ધર્મિષ્ઠાબેન કહે છે કે ‘રિશીત ઘણો એક્ટિવ છે એ મને સરળતાથી ફોટોસ ક્લિક કરવા દેતો નથી. એટલે એ જયારે ઊંઘતો હોય ત્યારે તેની તસ્વીરો લેવું મારા માટે સરળ રહે છે. ક્યારેક તે જાગી જાય ત્યારે સેટ ખરાબ થઇ જાય તો ક્યારેક એવું પણ બને છે કે મારે એક જ સેટ 3-4 વાર બનાવવો પડે છે. એ પછી મને એક-બે સારા ફોટોઝ મળે છે.’

‘આમ, રાતના સમયે ફોટો ક્લિક કરવામાં ક્યારેક રાતના 2 કે 3 સુધી જાગવું પડે છે અને રિશીત જાગી ન જાય અને ફોટોસ પણ સારા ક્લિક થાય તેની ખાસ કાળજી રાખવી પડે છે.’

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.