પટેલ સમાજે ધૈર્યા માટે રાખી શોકસભા, દીકરીની હત્યા કરનારા પિતા અને મોટા પપ્પા પર કોર્ટે લીધો એક મોટો નિર્ણય

ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર ગામનો 14 વર્ષીય ધૈર્યા હત્યા કેસનો મામલો આ દિવસોમાં ઘણો ચર્ચામાં છે.માસૂમ દીકરીને વળગાડ હોવાની શંકાએ પિતા અને મોટા બાપુ દ્વારા તાંત્રિક વિધિના રવાડે ચડી અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો અને તેની હત્યા નિપજાવી દીધી હતી. આ હચમચાવી દેનારી ઘટના સામે આવતા જ લોકો બંને આરોપીઓ પર ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.

પુત્રીને વળગણ હોવાની શંકાએ પિતા અને તેના ભાઈ એટલે કે મૃતકના મોટાબાપુએ તેને વાડીએ બાંધીને સાત ભુખી તરસી રાખી હતી અને તેના કપડાં સળગાવીને તેને આગ નજીક ઊભી રાખતા તેના શરીર પર પણ ફોડલા પડી ગયા હતા, આમછતાં પણ મોટા બાપુ તો ઠીક પરંતુ પિતાનું પણ દિલ ન પીગળ્યુ, શેતાન પિતાએ અને મોટા બાપુએ જ માસૂમ ધૈર્યાને મોતને ઘાટ ઉતારી દીધી.

ત્યારે આ મામલે હવે હત્યાના બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામા આવ્યા હતા અને કોર્ટે બંનેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે, હત્યારો ભાવેશ અકબરી તપાસમાં પુરતો સહયોગ ન આપતો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હવે રિમાન્ડ દરમિયાન આ કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલના રોજ રાત્રે ઘાવા ગામમાં પટેલ સમાજની વાડીમાં ધૈર્યાના આત્માની શાંતિ માટે શોકસભા યોજાઈ હતી

અને આમાં પંથકના તમામ ગામોમાંથી તમામ સમાજના આગેવાનો અને લોકોએ મોટી સંખ્યામાં સ્વયંભૂ હાજર રહી માસુમ દિકરીને ન્યાય અપાવવા માટે લાગણી વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે, શોકસભામાં લોકો દ્વારા માસુમની આત્માની શાંતિ માટે બધાએ બે મિનિટનું મૌન પાળ્યુ હતુ અને ભગવાનના નામનું સ્મરણ કર્યું હતુ.

Shah Jina