ધૈર્યરાજ માટે આગળ આવ્યા દાનવીરો, અમદાવાદના પટેલ પરિવારે જે કર્યું તે જોઈને તમને પણ સલામ કરવાનું મન થઇ જશે

અમદાવાદના પટેલ પરિવારે જે કર્યું તે જોઈને તમને ગર્વ થશે

છેલ્લા થોડા દિવસથી ગુજરાતની અંદર એક બાળકનો જીવ બચાવવા માટે એક અનોખી પહેલ ચાલી રહી છે. ધૈર્યરાજ નામના આ બાળક માટે ઘણા લોકો દિલ ખોલીને દાન આપી રહ્યા છે. ઘણી જગ્યાએ લોકો દાન એકત્ર કરી અને તેને મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે. આ દરમિયાન ઘણા કિસ્સાઓ એવા જોવા મળ્યા છે કે તે જાણીને આપણને પણ ખરેખર સલામ કરવાનું મન થઇ જાય.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. ધૈર્યરાજને નવા જીવન માટે 16 કરોડના ઈન્જેક્શનની જરૂર છે. માતા-પિતા આ ખર્ચ ઉપાડી શક્તા નથી. ત્યારે તેમણે લોકો પાસેથી રૂપિયાની મદદ માંગી છે. ગત એક સપ્તાહમાં ગુજરાતભરમાંથી લોકો ધૈર્યરાજની મદદ માટે આગળ આવી રહ્યાં છે. અનેક લોકો ધૈર્યરાજની સારવાર માટે દાન કરી રહ્યાં છે.

તો આ દરમિયાન અમદાવામાંથી પણ પટેલ પરિવાર દ્વારા ધૈર્યરાજને મદદ કરવા માટે એક અનોખી પહેલ આરંભાઈ. પટેલ પરિવારનો કુલ દિપક ગત 11 માર્ચના રોજ ઓલવાઈ ગયો હતો જેના બેસણામાં ધૈર્યરાજ માટે દાન એકત્ર કરવામાં આવ્યું હતું .

અમદાવાદના થલતેજમાં વસતા પટેલ પરિવારનો પુત્ર નિશિતનું હિમાલયા મોલ સામે દિવાળીની રાત્રે ઘરે પરત ફરતા તેના એક્ટીવાને કાર ચાલકે ટક્કર મારતા ઇજા પહોંચી હતી. તાજેતરમાં 11 માર્ચેના રોજ તેનું અવસાન થયું હતું. ત્યારે આ પરિવારે ધૈર્યરાજને બચાવવા માટે અનોખી પહેલ કરી અને પુત્રના બેસણામાં અને પુત્રના અવસાન બાદ પરિવારજનો મદદમાં મળેલા નાણાંને અને અંગત મૂડીનો ઉમેરો કરીને વધારે દાનની રકમ એકત્ર કરીને દાન કરવાનો નિર્ણય કર્યો છે.

તો ધૈર્યરાજ માટે માત્ર ગુજરાત અને દેશમાંથી જ નહિ પરંતુ દુનિયાભરમાંથી મદદ મળી રહી છે. ત્યારે આ દરમિયાન એક એવો વ્યક્તિ પણ સામે આવ્યો જેને પોતાની સોનાની વીંટી પણ ધૈર્યરાજ માટે દાનમાં આપી દીધી હતી. આ વ્યક્તિ પોતાની ઓળખ ગુપ્ત રાખવા માંગતો હતો પરંતુ તેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ હતી.

ધૈર્યરાજને મદદ કરવા માટે માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ કિન્નરો પણ આગળ આવ્યા છે. સુરતના કિન્નર સમાજે પોતના સભ્યો પાસેથી દાન માટે રૂપિયાની ઉઘરાણી  શરૂ કરી દીધી છે. આ તમામ સભ્યો દ્વારા 65 હજાર જેટલી માતબર રકમ પણ ભેગી કરી દેવામાં આવી છે.

સમગ્ર વિશ્વભરમાંથી મળતા દાનને જોતા અંદાજો લગાવી શકાય છે કે ધૈર્યરાજની સારવારમાં જરૂર 16 કરોડ રૂપિયાની આર્થિક મદદ પણ ભેગી થઇ જશે.

તમને જણાવી દઈએ કે ધૈર્યરાજે જન્મજાત ગંભીર બીમારી સાથે જન્મ લીધો છે. જેને SMA-1(Spinal Muscular Atrophy Fact Sheet) તરીકે ઓળખવામાં આવે છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાંઈકલમાં પ્રોટીન ઉત્પન કરે છે.

જે માણસની બોડીમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, જ્યારે આવા બાળકોમાં આ સ્તર યોગ્ય રીતે જળવાતું નથી. જેના લીધે ન્યુરોન્સનું સ્તર અપૂરતું હોવાના લીધે કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે. તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.

Niraj Patel