લોકોના નાના મોટા દાનના કારણે ધૈર્યરાજની જિંદગી હવે બચી જશે, સારવાર માટે આવી ગયું ઇન્જેક્શન, હોસ્પિટલમાંથી સામે આવી તસ્વીર

એવું કહેવાય છે કે જો ઈશ્વર તમારી મદદે આવે ત્યારે કોઈપણ રૂપે આવે છે, આવું જ કંઈક જોવા મળ્યું ધૈર્યરાજ સાથે. આજે ધૈર્યરાજને કોઈ ઓળખાણની જરૂર નથી. સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તેને હવે મોટાભાગના લોકો ઓળખી ગયા છે.

ધૈર્યરાજને બીમારીમાંથી બહાર લાવવા અને તેની સારવાર થઇ શકે તે માટે ભંડોળ ભેગું કરવાની એક મોહિમ શરુ થઇ હતી. નાની મોટી નહિ પરંતુ 16 કરોડની રકમ ભેગી કરવી ખુબ જ મુશ્કેલ હતી, પરંતુ ભગવાન પણ આવા લોકોની સાથે હોય છે ત્યારે થોડા જ સમયમાં ધૈર્યરાજની સારવાર માટે 16 કરોડ એકત્ર થઇ ગયા અને ત્યારબાદ તેની સારવાર માટેનું ઇન્જેક્શન મંગાવવાની પ્રક્ટિયા શરૂ થઇ ગઈ.

ગુજરાતીઓની પ્રાર્થનાઓ અને મદદ આખરે ફળી અને ધૈર્યરાજને જરૂરી દવા ZOLGENSMA ના ડોઝ આપી પણ દેવામાં આવ્યો છે. હાલ ધૈર્યરાજ મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ છે. હાલમાં ધૈર્યરાજની તબિયત એક દમ સારી છે. જેના બાદ હવે ખુશ ખબરી આવી ગઈ છે કે અમેરિકાથી ઇન્જેક્શન આવી ગયું છે અને ધૈર્યરાજની સારવાર પણ હોસ્પિટલમાંથી શરુ થઇ ગઈ છે.

ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1 (એસએમએ-1) નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે માનવ શરીરમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે. પરંતુ તેમાં ખામી હોય ત્યારે ન્યુરોન્સનું સ્તર જળવાતું નથી. તેથી કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી સર્જાય છે. આ બાળકને માતા-પિતા તરફથી વારસામાં મળતો રોગ છે, જે જનીનિક ખામીના કારણે થાય છે. આ રોગની સારવાર ખૂબ મોંઘી છે. જેનો અંદાજિત ખર્ચ 22 કરોડ હતો.

Niraj Patel