મનોરંજન

શ્રીદેવીની લાડલી જાહન્વીએ ટૂંકા કપડાં પહેરી ન્યુયોર્કમાં જોરદાર મસ્તી કરી, જુઓ 7 ખુબસુરત તસ્વીરો દિલ ખુશ કરી દેશે

ધડક ફિલ્મથી ફિલ્મી દુનિયામાં પોતાનું નામ બનાવનાર જાહ્નવી કપૂર થોડા દિવસથી ન્યુ યોર્કમાં કરી રહી છે મસ્તી. પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના મસ્તી ભર્યા અંદાઝના ફોટો શૅર કરીને જાહ્નવીએ જ આ વાત પોતાના ચાહકોને જણાવી હતી.

Image Source

પોતાના પિતા બોની કપૂર અને બહેન ખુશી કપૂર સાથે પણ ન્યુ યોર્કમાં પોતાના કેટલાક ફોટા શૅર કરીને જાહ્નવીએ લખ્યું હતું “ન્યુ યોર્ક, આઈ લવ યુ” જાહ્નવીના ફોટામાં એક ફોટો તેના પિતા બોની કપૂરના ખભા ઉપર માથું ઢાળેલો છે તો બીજો ફોટો બહેન ખુશી સાથે ખુશીની પળો વિતાવતો પોસ્ટ કર્યો છે. બાકીના ફોટા પોતાના મિત્રો સાથે ન્યુ યોર્કના ફુવારામાં મસ્તી કરતાં પોસ્ટ કર્યા છે.

Image Source

તમને જણાવી દઈએ કે જાહ્નવીની બહેન ખુશી પોતાનો આગળનો અભ્યાસ કરવા માટે ન્યુ યોર્કમાં છે. જેનો વિડિઓ પણ થોડા સમય પહેલા વાયરલ થયો હતો જેમાં ખુશીના કેટલાક મિત્રો તેને એરપોર્ટ પર મુકવા માટે આવ્યા હતાં. ખુશી કપૂર પણ ફિલ્મોમાં જ કામ કરવા માંગે છે. પરંતુ તે બોલીવુડમાં પુરી તૈયારી સાથે આવવા માંગે છે. જેના માટે તે અત્યારે ન્યુ યોર્કમાં અભ્યાસ કરી રહી છે.

જાહ્નવી કપૂર અત્યારે પોતાની આવનાર ફિલ્મ “દોસ્તના 2″માં વ્યસ્ત છે. આ સિવાય તમને જણાવી દઈએ કે જાહ્નવી હવે પછી “ગુંજન સક્સેના :ધ કારગિલ ગર્લ”માં લીડ રોલ કરતી નજર આવશે. આ સિવાય “રુહીઅફઝા”, “તખ્ત” જેવી ફિલ્મોમાં પણ નજર આવવાની છે. શ્રીદેવીની લાડલી જાહન્વી કપૂર તેની ફેશન સેન્સ અને ગ્લેમર અવતારના કારણે ફરીવાર ચર્ચામાં આવી. જાહન્વી હાલ ન્યૂયોર્કમાં તેની નાની બહેન ખુશી કપૂર અને મિત્રો સાથે હોલિડે પર છે. જાહન્વીએ અહીં સ્ટ્રીટ શૉપિંગથી લઈને પાણીમાં મસ્તીની મજા માણી હતી. ત્યારે જાહન્વીના આ ફોટોઝ ઇન્ટરનેટ પર તેના ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

New York, I love you

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on


Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.