ધાર્મિક-દુનિયા

જાણો દેવઉઠી એકાદશીનું મહત્વ, ભૂલથી પણ ના કરો આ કામ નહીં તો ભગવાન વિષ્ણુ રૂઠી જશે

દરેક એકાદશીનું અનેરું મહત્વ છે. વર્ષભરમાં 24 એકાદશી આવે છે. પરંતુ તેમાં અમુક એકાદશીનું અનેરું મહત્વ છે. આગામી 8 નવેમ્બરે દેવઉઠી એકાદશી છે. દેવઉઠી એકાદશી કારતક માસના શુક્લપક્ષમાં આવે છે.

દેવઉઠી એકાદશીને હરિપ્રબોધિની એકાદશી અને દેવોત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર,અષાઢ માસની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર માસ સુધી પોઢી જાય છે. આ ચાર મહિના સુધી કોઈ સારા પ્રસંગ થતા નથી. કારતક માસની શુક્લ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુ જાગે છે તેથી તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી સાથે તુલસીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

Image Source

વિષ્ણુપુરાણ અનુસાર, ભગવાન વિષ્ણુએ શંખાસુર નામના ભયંકર રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારબાદ તે અષાઢ મહિનાંનીએ એકાદશીના દિવસે સાગર શેષનાગ પર ભગવાન સુઈ ગયા હતા. ત્યારબાદ ચાર મહિનાની ઊંઘ કર્યા બાદ ભગવાન વિષ્ણુ જાગ્યા હતા. આ સમયગાળાનાને ચતુર્માસ તરીકે ઓળખવામાં આવ્યા હતા. દેવઉઠી એકાદશીએ ચતુર્માસનીઓ અંત આવે છે. ભગવાન વિષ્ણુને આ દિવસે સૌથી પહેલા તુલસી અર્પણ કરવામાં આવે છે. માન્યતા તો એ પણ છે કે,દેવઉઠી એકાદશીના દિવસે વ્રત સાંભળવાથી 100 ગાયના દાન બરાબરનું પુણ્ય મળે છે.

હિન્દૂ પૌરાણિક માન્યતા અનુસાર, ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામના લગ્ન તુલસીજી સાથે કરવામાં આવે છે. દેવઉઠી એકાદશી બાદ ભગવાન જાગી હાય છે. ત્યારબાદ માંગલિક કાર્યનો પ્રારંભ થાય છે. એકાદશીના દિવસે ઘણા લોકો ઉપવાસ રાખે છે. ઉપવાસ કરનારને આ દિવસે મોક્ષની પ્રાપ્તિ થાય છે.

Image Source

દેવઉઠી એકાદશીના દિવસે પણ ભૂલથી પણ ના કરશો આ કામ

એકદાશીના દિવસે સવારે દાતણના કરવું જોઇએ. આ દિવસે ફૂલ ઝાડને તોડવા વર્જિત ગણવામાં આવે છે.

દેવઉઠી એકાદશીના દિવસે ભાતનું સેવન ના કરવું જોઈએ. ભાતના સેવનથી મન ચંચળ રહે છે. મન ચંચળ હોય તો પ્રભુભક્તિમાં ધ્યાન રહેતું નથી.

દેવઉઠી એકાદશીના દિવસે બ્રહ્નચર્યનું પાલન કરવું જોઈએ.

દેવઉઠી એકાદશીના દિવસે અને બારસના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં.

દેવઉઠી એકાદશીના દિવસે કોઈ નકારાત્મક વિચાર અને ખોટું બોલીને પૂજા કરવી જોઈએ નહીં. આ દિવસે ક્રોધ પણ ના કરવો જોઈએ.

દેવઉઠી એકાદશીના દિવસે અનાજ, દાળ અને કઠોળનો ઉપયોગ ટાળવો જોઈએ.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.