દેવશયની એકાદશી પર કરો આ 8 નિયમોનું પાલન, ભગવાન વિષ્ણુ કરશે તમામ મનોકામના પૂર્ણ

Devshayani Ekadashi: દેવશયની એકાદશી આ વર્ષે 10 જુલાઈને રવિવારે આવી રહી છે. આ વ્રત કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. ભગવાન વિષ્ણુના આશિર્વાદથી વ્યક્તિને મૃત્યુ બાદ મોક્ષ મળે છે. આ વખતે અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી 09 જુલાઈની સાંજથી શરૂઆત થશે. તેને દેવશયની એકાદશી કે હરિશયની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના યોગ નિંદ્રામાં રહે છે. આ જ દિવસથી ચાર્તુમાસની શરૂઆત થાય છે. જો કે દેવશયની એકાદશી કરવાના કેટલાક નિયમો પણ છે, તેનું પાલન કરવું આવશ્યક છે. તો આવો જાણીએ આ વ્રત કરતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવું.

દેવશયની એકાદશી તિથિનો પ્રારંભ: 09 જુલાઈ, દિવસ: શનિવાર, સાંજે 04:39 વાગ્યાથી
દેવશયની એકાદશીની સમાપ્તિ: 10મી જુલાઈ, દિવસ: રવિવાર, બપોરે 02:13 વાગ્યા સુધી
વ્રત રાખવાનો દિવસ: 10 જુલાઈ, રવિવાર
શુભ યોગ: વહેલી સવારથી મોડી રાત્રે 12:45 વાગ્યા સુધી
રવિ યોગ: વહેલી સવારે 05:31 વાગ્યાથી 11મી જુલાઈની સવારે 09:55 વાગ્યા સુધી
દેવશયની એકાદશીના વ્રતના પારણા કરવાનો સમય: 11 જુલાઈ, દિવસ: સોમવાર, સવારે 05:31 થી સવારે 08:17 વાગ્યા સુધી

દેવશયની એકાદશીના વ્રતના નિયમો

  • દેવયશયની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ દશમીના દિવસે એટલે કે, 9 જુલાઈના દિવસથી તામસિક ભોજન લેવાનું બંધ કરવું જોઈએ.
  • તામસિક ખાદ્ય પદાર્થોમાં માંસ, લસણ,ડુંગળી ઉપરાંત શરાબ,સિગરેટ,તંબાકુ વગેરેનો ત્યાગ કરવો જોઈએ.
  • દેવશયની એકાદશીનું વ્રત તમે તમારા પાપની મુક્તિ માટે કરો છો, તો તે દિવસે તમારા બિજા પ્રત્યે ઈર્ષા, ક્રોધ, ખોટા વિચારો ઉપરાંત વિચારો કરવાથી બચવું જોઈએ.
  • એકાદશીના દિવસે શક્ય હોય તો પીળા રંગના કપડા પહેરવા જોઈએ. ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ પીળો છે.

  • ઘરના ઉત્તર પશ્ચિમ દિશામાં ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસવીર લગાવો અને વ્રતની પૂજા કરો, આમ કરવાથી ધન અને વૈભવમાં વૃદ્ધિ થાય છે.
  • દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજામાં પંચામૃત,તુલસીના પાન, પીળા ફુલ,કેસર અને હળદરનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ.
  • એકાદશીના દિવસે નખ,વાળ,દાઢી વગેરે કાપવા ન જોઈએ. આ દિવસે સાબુ,તેલ વગેરેનો ઉપયોગ પણ ન કરવો જોઈએ.
  • આ ઉપરાંત અન્ય એકાદશીના નિયમો પણ આમા લાગુ પડે છે.
YC