‘ભક્તિ સાથે બુદ્ધિ પણ જોઇએ…’ હાથીની મૂર્તિની નીચેથી નીકળી રહ્યો હતો આ વ્યક્તિ, વચ્ચે જ ફસાઇ ગયો

મંદિરમાં દર્શન કરવા પહોંચેલો વ્યક્તિ મૂર્તિની વચ્ચે જ ફસાઇ ગયો, વીડિયો જોઇ લોકો બોલ્યા- આટલી પણ ભક્તિ ન બતાઓ કે…

જ્યારે પણ લોકો મંદિરમાં જઇને દર્શન કરે છે તો ભગવાન સામે માથુ ટેકવાનું નથી ભૂલતા. કેટલાક લોકો ઘંટ વગાડે છે તો કેટલાક પ્રચલિત માન્યતાઓ અનુસાર દર્શન કરવામાં વિશ્વાસ રાખે છે. જો કે, ભગવાનના દર્શન કર્યા બાદ લોકોનું મન ઘણુ શાંત થઇ જાય છે, પરંતુ એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં ભક્ત મંદિરમાં દર્શન દરમિયાન પરેશાન થઇ ગયો, વ્યક્તિએ દેવતાઓને પ્રસન્ન કરવા માટે કંઇક અનોખુ અને પડકારજનક કરવાનો પ્રયાસ કર્યો.

પરંતુ આ થોડુ ઉલ્ટુ પડી ગયુ અને પછી લોકોને આવીને તેને બચાવવો પડ્યો. તે ભક્ત ગુજરાતના એક મંદિરમાં હાથીની મૂર્તિ નીચે ફસાઇ ગયો હતો. આ દરમિયાનનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યુ છે કે, જ્યારે તે વ્યક્તિ મૂર્તિ નીચે ફસાઇ જાય છે તો બહાર આવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. એક ટ્વીટર યુઝર દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, વ્યક્તિ તેના હાથ અને શરીરનો ઉપયોગ કરી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યો છે,

પરંતુ આનાથી તેને કોઇ ફાયદો ન થયો. જેમ જેમ વીડિયો આગળ વધે છે, જોઇ શકાય છે કે ત્યાં કેટલાક લોકો તેની મદદ માટે આગળ આવે છે. આ સાથે પૂજારી પણ આ વ્યક્તિને મૂર્તિની નીચેથી બહાર નીકાળવામાં મદદ કરે છે. મંદિરમાં દર્શન કરવા આવેલ કેટલાક અન્ય ભક્ત પણ તેને બહાર નીકળવા માટે સુજાવ આપે છે.ભક્ત બહાર નીકળવાનો પ્રયાસ કરતો જ રહે છે. તે તેનું શરીર ફરાવવાની પણ કોશિશ કરે છે અને લોકો પણ તેની મદદ માટે હાથ આગળ વધારે છે.
 

વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યુ છે કે તે વ્યક્તિ મૂર્તિની નીચેથી બહાર નીકળવામાં કામયાબ ન થઇ શક્યો. અમરકંટક પવિત્ર નર્મદા નદીનું ઉદ્ગમ સ્થળ છે. નર્મદા તટ પર અહીં અનેકો મંદિર છે. આ મંદિરમાં આવી લોકો મન્નત માંગે છે. એવી માન્યતા છે કે મન્નત પૂરી થયા બાદ લોકો હાથીની મૂર્તિની નીચેથી નીકળે છે. આ દરમિયાન કેટલાક લોકો ફસાઇ પણ જાય છે. ત્યારે હાલ જે સામે આવ્યો છે, તે વીડિયો પણ અમરકંટકનો છે.

Shah Jina