સીધી-સાદી ગોપી વહુ બની ગઈ ગ્લેમરસ, ટૂંકા કપડા પહેરીને આપ્યા કિલર પોઝ

સંસ્કારી વહુ નહિ અસલ જીવનમાં બેબ છે ગોપી વહુ, ટૂંકા ટૂંકા કપડા પહેરીને આપ્યા કિલર પોઝ

ટીવીની જાણીતી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી ટીવી શો સાથ નિભાના સાથિયામાં ગોપી વહુનો કિરદાર નિભાવીને ઘરે ઘરે ફેમસ બની ગઈ હતી.શોમાં દેવોલિના સીધી સાદી અને માસુમ વહુના રોલમાં જોવા મળી હતી. દેવોલિનાનો આ શો ખુબ હિટ રહ્યો હતો.શોમાં સાસુ-વહુની જોડીને પણ ખુબ પસંદ કરવામાં આવી હતી.શોમાં સિમ્પલ સાડી પહેરેલી ગોપી વહુ અસલ જીવનમાં એકદમ હોટ અને ગ્લેમરસ છે.દેવોલિના સોશિયલ સાઇટ્સ પર પણ સક્રિય રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)


એવામાં તાજેતરમાં જ દેવોલિનાએ પોતાની લેટેસ્ટ તસવીર શેર કરી છે જેને જોઈને તમે ગોપી વહુની છબી પણ ભૂલી જશો. સામે આવેલી તસ્વીરોમાં દેવોલિનાએ કલરફુલ શોર્ટ શિમરી ડ્રેસ પહેરી રાખ્યો છે. આ લુક સાથે દેવોલિનાએ પિન્ક શૂઝ પણ પહેર્યા છે અને વાળને કર્લ કર્યા છે. આ ઉપરાંત તે મિનિમલ મેકઅપ અને ખુલ્લા વાળમાં ઘણી બોલ્ડ લાગી રહી છે. દેવોલિનાએ આ લુકમાં અલગ અલગ પોઝ આપ્યા છે. એક તસ્વીરમાં તે ચેર પર બેસીને પોઝ આપી રહી છે તો એક તસવીરમાં તે બેકસાઈડ ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.

જ્યારે એક તસ્વીરમાં તે પોતાના વાળ સાથે ખેલતી દેખાઈ રહી છે. ગોપી વહુનો આ સિઝલિંગ લુક ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે,”સો ક્યૂટ ગોપી જી; અન્ય એક યુઝરે લખ્યું કે,”આઈ લવ યુ મેમ’. આ સિવાય ચાહકો તસવીર પર હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. 22 ઓગસ્ટના રોજ અસમમાં જન્મેલી દેવોલિના બિગ બોસ-13ની પણ કન્ટેસ્ટન્ટ રહી ચુકી છે.

બિગ બોસમાં તેણે ખુબ સારું પ્રદર્શન કર્યું હતું.બિગ બોસમાં દેવોલિના અને રશ્મિ દેસાઈ વચ્ચે ખુબ ગાઢ મિત્રતા બની ગઈ હતી.જો કે સ્વાસ્થ્ય ખરાબ થવાને લીધે દેવોલિનાને શોમાંથી બહાર જવું પડ્યું હતું.બિગ બોસ દ્વારા તેને ખુબ લોકપ્રિયતા મળી હતી. બિગ બોસ દ્વારા તે પોતાની વહુ તરીકેની ઇમેજ તોડવામાં કામિયાબ રહી હતી અને વહુમાંથી બેબ્સ બની ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by ❤️ (@devoleena___09)

દેવોલિના સર્ટિફાઈડ સ્કૂબા ડ્રાઇવર પણ છે અને તે એક સિંગર પણ છે. દેવોલિના જવેલરી ડિઝાઈનરના રૂપમાં પણ કામ કરી ચુકી છે અને તે એક ભારતનાટ્યમ ડાન્સર પણ છે. ડાન્સ ઇન્ડિયા ડાન્સ-2 દ્વારા તે લોકોની નજરોમાં આવી હતી. દેવોલિનાએ વર્ષ 2011માં ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. તેનો પહેલો શો એનડીટીવી ઈમેજીન પર પ્રસારિત ‘સવારે સબકે સપને પ્રિતો’ હતો. શોમાં દેવોલિનાએ બાનીનો કિરદાર નિભાવ્યો હતો. સાથ નિભાના સાથિયામાં પહેલા અભિનેત્રી જીયા માણેક ગોપી વહુના કિરદારમાં હતી, જેના પછી દેવોલિનાએ આ કિરદાર નિભાવ્યો અને લોકોએ તેને ખુબ પસંદ કરી હતી.

Krishna Patel