તમારા બધાના જીજા જોઈ લો, શાહનવાઝ શેખ સાથે લગ્ન કરીને ખુશખુશાલ થઇ સંસ્કારી ગોપી વહુ-જુઓ તસવીરો

અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જી આ દિવસોમાં તેના લગ્નને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. દેવોલિનાએ લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યા છે. આ તસવીરો સામે આવતા જ દેવોલિના સાથે તેનો પતિ શાહનવાઝ શેખ પણ ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. જો કે, દેવોલિના અને શાહનવાઝની જોડીને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ટ્રોલ કરી રહી છે. ઘણા લોકોને બંનેની જોડી પસંદ નથી આવી રહી.

આ સાથે જ દેવોલિનાને લોકો ખરાબ પસંદનો કરાર આપી રહ્યા છે. દેવોલિનાએ તેના લગ્નની તસવીરો શેર કરી કેપ્શનમાં લખ્યુ હતુ કે, હું એ વાત ગર્વથી કહી શકુ છુ કે મેં તને હા કહી છે. ચિરાગ લઇને શોધતી પણ તારા જેવો કોઇ ના મળતો. તુ મારા દર્દ અને દુઆઓનો જવાબ છે. આઇ લવ યુ શોના. તમને બધાને ઘણો બધો પ્રેમ, અમને આવી જ રીતે તમારી બ્લેસિંગ્સ આપતા રહેજો. મિસ્ટ્રીસ્યસ મેન અને ફેમસ તમારા બધાના જીજા.

દેવોલીનાની ચિરાગ લઇને શોધવાની વાત તેના પર જ ભારે પડી ગઇ. ચાહકો આ માટે તેને સૌથી વધુ ટ્રોલ કરી રહ્યા છે. કોમેન્ટ સેક્શનમાં જ્યાં તમામ ફેન્સ અને સેલેબ્સ દેવોલિના અને શાહનવાઝને અભિનંદન અને શુભેચ્છા પાઠવી રહ્યા છે, ત્યાં કેટલાક તેને જોરદાર ટ્રોલ પણ કરી રહ્યા છે. ટ્રોલર્સ લખી રહ્યા છે, ‘જો તેણે ચિરાગ લઇને શોધ્યો હોત તો અંધારૂ કાયમ ન રહેત’. તો ત્યાં એક યુઝરે લખ્યું, ‘મારો અબ્દુલ સૌથી અલગ છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘લંગુરના હાથમાં અંગૂર.’

આ સાથે ઘણા લોકો દેવોલીનાને ગોલ્ડ ડિગરનું ટેગ પણ આપી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેને લવ જેહાદ કહી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક લોકો તેને શ્રદ્ધા હત્યા કેસ સાથે જોડીને કમેન્ટ કરવાની પ્રક્રિયાને વધારી રહ્યા છે. જણાવી દઇએ કે, મીડિયા અહેવાલો અનુસાર એવું સામે આવ્યુ છે કે, શાહનવાઝ શેખ જીમ ટ્રેનર છે. દેવોલીના અને શાહનવાઝ બંનેએ કોર્ટ મેરેજ કર્યા છે. હાલમાં અભિનેત્રીને સોશિયલ મીડિયા પર સતત અભિનંદન સંદેશાઓ મળી રહ્યા છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.

Shah Jina