મારા પતિ એક મુસ્લિમ છે અને મારી સાથે ‘ધ કેરલ સ્ટોરી’ જોવા આવ્યા, ખૂબ જ વખાણ કર્યા. તેણે આને ના તો અપરાધ રીતે લીધું અને ના તેમને એવું લાગ્યું કે, આ તેમના ધર્મની ખિલાફ છે….

શાહનવાઝ શેખ સાથે નિકાહ કરનારી ટીવીની ગોપી વહુએ કહ્યું, મારા પતિ એક મુસ્લિમ છે અને મારી સાથે આ ફિલ્મ જોવા આવ્યા, ખૂબ જ વખાણ કર્યા, પણ…..

Devoleena on The Kerala Story: આ દિવસોમાં સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ કેરલા સ્ટોરી લાઈમલાઈટમાં છે. એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મની કહાની દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. ત્યાં ફિલ્મને લઈને વિવાદ દરરોજ વધી રહ્યો છે. ભારતમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે આ ફિલ્મ વિદેશમાં પણ રિલીઝ થઈ છે. જ્યારથી ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું હતુ ત્યારથી કેટલાક તેના પક્ષમાં બોલી રહ્યા હતા તો કેટલાક તેનો વિરોધ કરી રહ્યા હતા.

કેટલાક રાજ્યોમાં તો આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેટલાક લોકો આ ફિલ્મને પ્રચાર કહી રહ્યા છે, જ્યારે મેકર્સે ઘણી રિસર્ચ બાદ ફિલ્મ બનાવી છે. આ દરમિયાન હવે ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જીએ પણ આ ફિલ્મ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ ટ્વીટ કર્યું કે તેને ફિલ્મમાં કંઈ પણ વાંધાજનક લાગ્યું નથી. વાસ્તવમાં, એક યુઝરે ટ્વીટ કર્યું હતું કે ‘મારી સાથેની વિદ્યાર્થીની મિત્ર નિધિનું ઈન્ટરફેથ અફેર હતું.

તેણે તેના બોયફ્રેન્ડને કેરલ સ્ટોરી જોવા કહ્યું. તેણે ખાલી ફિલ્મ જોવાની ના જ ન પાડી પણ તેની સાથે દુર્વ્યવહાર પણ કર્યો અને તેના પર ઈસ્લામોફોબિક હોવાનો આરોપ લગાવ્યો. તે ડરી ગઈ અને તેણે તેના બોયફ્રેન્ડને પૂછ્યું કે તે કેમ આટલો અકડુ છે, અને જ્યારે તે એક મુસ્લિમને ડેટ કરી રહી છે તો તે ઈસ્લામોફોબિક કેવી રીતે હોઈ શકે. તેના બોયફ્રેન્ડે જવાબ આપ્યો કે જો તે ઈસ્લામોફોબિક નથી તો તેણે ઈસ્લામ કબૂલ કરીને તેની સાથે લગ્ન કરવા જોઈએ.

તે આ માટે સંમત થઈ પણ તે હજુ પણ આ ફિલ્મ જોવા માંગતી હતી. તેથી તે મારા મિત્ર સાથે ફિલ્મ જોવા ગઈ હતી. ફિલ્મ પછી તરત જ તેણે તેના બોયફ્રેન્ડને ફોન કર્યો અને બ્રેકઅપ કરી લીધું. કેરલની કહાની સમાજ પર સમાન અસર કરી રહી છે. એટલા માટે તેઓ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માંગે છે. દરેક લોકો જાગૃત થઈ રહ્યા છે.’

આ યુઝરને જવાબ આપતા દેવોલિનાએ લખ્યું કે ‘હંમેશા આવું નથી હોતું. મારા પતિ મુસ્લિમ છે અને મારી સાથે ફિલ્મ જોવા આવ્યા હતા અને તેમણે ફિલ્મની પ્રશંસા પણ કરી. તેણે તેને ન તો અપરાધ તરીકે લીધુ અને ના તો તેને લાગ્યું કે તે તેના ધર્મની વિરુદ્ધ છે. મને લાગે છે કે દરેક ભારતીય આવા હોવા જોઇએ. જણાવી દઇએ કે, દેવોલિનાએ 14 ડિસેમ્બર 2022ના રોજ જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા.

દેવોલિના અને શાહનવાઝ શેખના લગ્ન એ ઘણી ચર્ચાઓ મેળવી હતી. હવે અભિનેત્રીએ તેના પતિના વખાણ કર્યા છે અને તેના દ્વારા એમ પણ કહ્યું છે કે બધા મુસ્લિમ એક જેવા નથી હોતા. અભિનેત્રીના આ ટ્વિટ પર સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે તે 4-5 વર્ષ પછી તેની સાથે વાત કરશે. કારણ કે તેની સાથે પણ એવું જ થશે.

Shah Jina