મનોરંજન

ગોપી વહુ દેવોલીનાએ ઓનસ્ક્રીન દિયર સાથે રસ્તા પર એવું કર્યો કે વીડિયો જોતા જ શરમાઈ જશો

સંસ્કારી ગોપી વહુએ રસ્તા વચ્ચે દેવર સાથે કર્યું કંઇક કે સોશિયલ મીડિયામાં થયો Video Viral

“સાથ નિભાના સાથિયા” ધારાવાહિકથી રાતોરાત પોપ્યુલર થઇ જનાર ગોપી વહુ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. બિગબોસના ઘરનો હિસ્સો રહ્યા બાદ તેની પોપ્યુલારિટીનો ગ્રાફ ઘણો હાઇ થઇ ગયો છે. તે સોશિયલ મીડિયા પર તેની ઘણી ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલ તો દેવોલીનાનો એક ડાંસ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

આ વીડિયોમાં દેવોલીના તેના ઓનસ્ક્રીન દિયર સાથે રસ્તા પર ડાંસ કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે, વિશાલ સિંહ પણ દેવોલિના સાથે “સાથ નિભાના સાથિયા”માં નજર આવી ચૂક્યા છે. હાલ તો બંનેનો ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

હાલમાં જ દેવોલીના ઉપરાંત વિશાલ સિંહે પણ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે બંને રસ્તા વચ્ચે ઠુમકા લગાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, બંને ‘Touch It’ સોન્ગ પર ડાંસ કરી રહ્યા છે. બંનેના ડાંસ સ્ટેપ્સ કમાલના છે. ચાહકો પણ આ વીડિયોને પસંદ કરી રહ્યા છે.

ટીવી ધારાવાહિક “સાથ નિભાના સાથિયા”માં ગોપી વહુનો રોલ પ્લે કરનારી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જી આ દિવસોમાં તેના હોટ અવતારને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. કયારેક તો તે તેના પાલવથી માથાને ઢાંકવાવાળી આ દિવસોમાં બોલ્ડ અને હોટ કપડામાં ફોટોશૂટ કરાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, સાથ નિભાના સાથિયા ફેમ દેવોલીના શો ઓફ એર થયા બાદ આ દિવસોમાં ડિફરેંટ લુકમાં નજર આવી રહી છે. તેના લુક્સમાં ઘણો બદલાવ આવ્યો છે. હાલમાં જ તેણે તેનો એક ડાંસ વીડિયો શેર કર્યો હતો, જે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે યેલો આઉટફિટમાં ડાંસ કરતી જોવા મળી હતી.

દેવોલીનાએ વર્ષ 2011માં ટીવીમાં “સંવારે સબકે સપને પ્રીતો”થી ડેબ્યુ કર્યુ હતુ, તે બાદ તેણે ડાંસ ઇંડિયા ડાંસ અને બોક્સ ક્રિકેટ લીગમાં પણ પાર્ટિસિપેટ કર્યુ હતુ. તેને સાચી ઓળખ સાથ નિભાના સાથિયા ધારાવાહિકથી મળી હતી. આ શોથી તે ઘર-ઘરમાં જાણિતી થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

હાલ દેવોલીના તેના લુક્સ અને મોડલિંગ કરિયર પર ફોકસ કરી રહી છે. તે હાલ તો ટીવી ઇન્ડસ્ટ્રીથી દૂર છે. સોશિયલ મીડિયા પર તે ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરી છવાયેલી રહે છે.