શેખ પતિને છોડી મિત્રની બાહોમાં ઝૂમી ટીવીની ગોપી વહુ, ગુસ્સે ભરાયેલા યુઝર્સે લગાવી દીધી ક્લાસ

યુઝર્સે કહ્યું ‘લગ્ન કોઈની સાથે અને મોજ કોઈની સાથે….’ સંસ્કારી ગોપી વહુ આ શું કરી રહ્યા છો, શેખ પતિને છોડીને બીજા પુરુષ જોડે….જુઓ વીડિયો

ટીવીની ગોપી વહુ એટલે કે દેવોલિના ભટ્ટાચાર્જી છેલ્લા કેટલાક દિવસોથી તેની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. 2022 તેના માટે લકી સાબિત થયુ છે અને તેણે તેના સપનાના રાજકુમાર સાથે લગ્ન પણ કરી લીધા છે. દેવોલિનાએ જીમ ટ્રેનર શાહનવાઝ શેખ સાથે 14 ડિસેમ્બર 2022માં અચાનક લગ્ન કરી બધાને ચોંકાવી દીધા હતા. એટલા માટે કારણ કે દેવોલિના તેના કો-સ્ટાર અને ખાસ મિત્ર વિશાલ સિંહ સાથે ઘણુ બોન્ડિંગ શેર કરતી અને બંનેના વીડિયો તથા તસવીરોમાં બંનેની કેમેસ્ટ્રી પણ ઘણી જોવા મળતી.

ઘણીવાર એવા અહેવાલો પણ આવ્યા હતા કે દેવોલિના અને વિશાલ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને રિલેશનશિપમાં છે. જો કે, શાહનવાઝ સાથે લગ્ન બાદ આ વાતો ખોટી સાબિત થઇ.દેવોલિના ભટ્ટાચાર્જી અને શાહનવાઝના લગ્ન ઘણા સીક્રેટ રહ્યા હતા. લગ્ન બાદથી અભિનેત્રી ચર્ચામાં બનેલી છે. દેવોલિના અને વિશાલનું રિલેશન લાંબા સમય સુધી બંને માટે મિસ્ટ્રી બની રહ્યુ. ઘણીવાર લોકોએ એવું પણ વિચાર્યુ કે દેવોલિના અને વિશાલ બંનેએ સગાઇ પણ કરી લીધી છે,

પણ તે બંને હંમેશા એકબીજાને ખાસ મિત્રો જ કહેતા રહ્યા. ત્યાં લગ્ન બાદ હાલમાં દેવોલિના અને વિશાલ સિંહનો એક વીડિયો સામે આવ્યો છે, જે બાદ અભિનેત્રી ટ્રોલર્સના નિશાના પર આવી ગઇ છે. વીડિયોમાં દેવોલિના અને વિશાલ બંને દીપિકા-શાહરૂખના બેશરમ રંગ ગીત પર રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. રેડ ડ્રેસમાં દેવોલિના વિશાલ સાથે બોલ્ડ અને રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરી રહી છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સ દેવોલિના પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. યુઝર્સનું કહેવુ છે કે લગ્ન બીજા સાથે અને રોમાન્સ બીજા સાથે.

ત્યાં કેટલાક એવું કહી રહ્યા છે કે વિશાલ સાથે જ લગ્ન કરી લેતી. ગુસ્સામાં ઘણા યુઝર્સ તો એ પણ કહી રહ્યા છે કે દેવોલિનાના લગ્ન એક પબ્લિસિટી સ્ટંટ હતો. ત્યાં એકે તો એવું લખ્યુ હતુ કે, લગ્ન ટ્રેનર સાથે અને ટ્રેનિંગ કોઇ બીજા સાથે. આવું પહેલીવાર નથી થયુ જ્યારે દેવોલિનાને ટ્રોલ કરવામાં આવી હોય. આ પહેલા તે ઇન્ટર રિલિજન લગ્નને લઇને ઘણી ટ્રોલ થઇ હતી.

Shah Jina