ટીવીની સંસ્કારી ગોપી વહુએ કર્યો હેરાન કરી દેનારો ખુલાસો- ટયૂશનમાં ગણિત ટીચરે કરી હતી ગંદી હરકત

ખળભળાટ મચ્યો: ટીવીની સંસ્કારી ગોપી વહુએ બેબાકીથી જણાવ્યુ ટીચરે કર્યુ હતુ ગંદુ કામ, પોલિસમાં જઇને- જાણો વિગત

ટીવી ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્જીને ધારાવાહિક “સાથ નિભાના સાથિયા”માં ઘણી પસંદ કરવામાં આવી હતી. આ સાથે તેણે બિગબોસના ઘરમાં પણ ધૂમ મચાવી દીધી હતી. દેવોલીના ભટ્ટાચાર્જીને ગોપી વહુના પાત્રમાં ઘણી લોકપ્રિયતા મળી હતી અને આ પાત્ર દ્વારા ઘરે ઘરે જાણિતી બની હતી. હાલમાં જ દેવોલીનાએ એક શો દરમિયાન ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યુ- તેના એક મેથ્સ ટીચરે તેની સાથે ગંદો વ્યવહાર કર્યો હતો. તેની વાત સાંભળી ત્યાં હાજર લોકો હેરાન રહી ગયા હતા.

લેડીઝ વર્સીસ જેન્ટલમેન સીઝન 2 નો પ્રમોશનલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં દેવોલીના કહેતી જોવા મળે છે કે તેના ગણિતના ટીચર ઘણા સારા હતા. બધા વિદ્યાર્થીઓ ત્યાં ટ્યુશન ભણવા આવતા. તેના બે બેસ્ટ ફ્રેન્ડ્સ પણ તે ટ્યુશનમાં જતા હતા પરંતુ અચાનક જ તેઓએ જવાનું બંધ કરી દીધું હતું. વીડિયોમાં દેવોલિના કહેતી જોવા મળી રહી છે કે તેને સમજાતું નથી કે તેણે આવું કેમ કર્યું.

દેવોલિના ભટ્ટાચારીએ આ વીડિયોમાં કહ્યું કે જ્યારે મેં એક અઠવાડિયા પછી ટ્યુશન જવાનું શરૂ કર્યું ત્યારે ટીચરે ગંદુ કામ કર્યું. ઘરે ગયા પછી તેણે તેની માતાને પણ આ વાત કહી. જે બાદ તેના પરિવારજનોએ જઈને ટીચરની પત્નીને ફરિયાદ કરી હતી. દેવોલિના વીડિયોમાં કહેતી જોવા મળી રહી છે કે તે ટીચર સામે કડક કાર્યવાહી કરવા માંગતી હતી કારણ કે તેણે મારી સાથે નહીં પણ મારા બે મિત્રો સાથે આવું કર્યું હશે. જેના કારણે તેણે ટ્યુશનમાં જવાનું બંધ કરી દીધું હતું.

શોના પ્રોમો વીડિયોમાં દેવોલિના કહેતી જોવા મળી રહી છે કે મારા મિત્રોએ મને એ નથી કહ્યું કે તેઓએ જવાનું કેમ બંધ કર્યું, કદાચ તેઓએ વિચાર્યું હશે કે સમાજ શું કહેશે. લોકો શું કહેશે, મારો પરિવાર પણ આવું જ વિચારતો હતો. તેથી જ તેમણે કોઈ કડક પગલાં લીધાં નથી. વિડિયોમાં દેવોલિના કહેતી જોવા મળી રહી છે કે, પરંતુ આજે મને લાગે છે કે હવે મારે મારા માટે ઊભા થઈને પગલાં લેવા પડશે. મારી સમાજને અને વાલીઓને પણ સલાહ છે કે જો તમારા બાળકો સાથે આવું કંઈ થાય તો પગલાં લો.

જય ભાનુશાલી, જેનેલિયા ડિસોઝા, રિતેશ દેશમુખ અને ટેરેન્સ લુઈસ પણ ‘લેડીઝ વર્સેસ જેન્ટલમેન’ શો દરમિયાન દેવોલિના ભટ્ટાચારીની વાત સાંભળીને ચોંકી ગયા. તમને જણાવી દઈએ કે દેવોલિના ભટ્ટાચારજી હવે ‘બિગ બોસ 15’ના ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરવા જઈ રહી છે.

Shah Jina