કોર્ટની અંદર આતંકવાદી કસાબની ઓળખાણ કરનાર આ 9 વર્ષની દીકરીનું છે ખુબ જ મોટું સપનું, પરંતુ પરિસ્થિતિ એવી છે કે જાણીને રડી પડશો

આખા દેશને ઝકઝોળીને રાખી દેનાર મુંબઈમાં થયેલા 26/11ના હુમલાનો એ કાળો દિવસ કોણ ભૂલી શકાવાનું હતું. ગઈકાલે આ ઘટનાને 13 વર્ષ પૂર્ણ થઇ ગયા, છતાં હજુ આ ઘટનાના પડઘા આજે પણ વાગે છે. ત્યારે ગોળી વાગવા છતાં પણ કોર્ટની અંદર ઘોડી ઉપર ઉભા રહીને આતંકવાદી કસાબની ઓળખાણ કરનાર 9 વર્ષની દીકરી દેવિકા રોટાવન હાલમાં આર્થિક સંકટથી ઝઝૂમી રહી છે.

દેવિકાને તાત્કાલિક મદદની જરૂરિયાત છે. મહારાષ્ટ્રના ધારાસભ્ય વિધાયક જિશાન સિદ્દીકીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. સિદ્દીકી હવે 20 વર્ષની થઇ ચુકેલી દેવિકાને મળવા માટે તેના પૂર્વ બાંદ્રામાં આવેલા આવાસ ઉપર પહોંચ્યા હતા. તેમને કહ્યું કે તેની કહાનીથી પ્રેરિત છે અને રાજ્ય સરકાર પાસે તેની બહાદુરી માટે પુરસ્કૃત કરવા આહવાન કરું છું.

વિધાયક જિશાન સિદ્દીકીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, “દેવિકા રીટાવનને મળ્યો. આ બહાદુર છોકરી 9  વર્ષની હતી ત્યારે તેને 26/11 હુમલા બાદ કોર્ટમાં આતંકવાદી કસાબનીઓ ઓળખાણ કરી હતી. તેને મને તેની ગોળીનો ઘાવ બતાવ્યો અને મેં તેની પ્રેરણદાયક કહાની સાંભળી. જયારે મને તેની આર્થિક હાલત વિશે ખબર પડી તો તેને ચેક આપવા માટે બાંદ્રા ઇસ્ટમાં તેના ઘરે ગયો.”

તેમને જણાવ્યું કે “હું માનનીય મુખ્યમંત્રીને નિવેદન કરું છું કે આ બહાદુર છોકરી દેવિકાને વિશેષ કોટા અંતર્ગત મુંબઈમાં ઘર આપવામાં આવે. હું તેના માટે એક પત્ર લખીશ. આપણે તેને બહાદુરી માટે પુરસ્કૃત કરવી જોઈએ. આ મહા વિકાસ અધાડી સરકાર તરફથી સન્માનનું એક મોટું ટોકન હશે.”

દેવિકાનું સપનું IPS બનીને દેશની સેવા કરવાનું છે. 12 વર્ષ પહેલા દેવિકા ઘોડીની મદદથી કોર્ટમાં ઉભી હતી અને અજમલ કસાબ ઉપર નિશાન સાધતા આ પાકિસ્તાની આતંકવાદીની ગોળી મારવા વાળા વ્યક્તિના રૂપમાં ઓળખાણ કરી હતી. 26 નવેમ્બરની રાતને યાદ કરતા તેને કહ્યું કે, “એક જોરદાર ધમાકો થયો. મારા પિતાએ કહ્યું કે આપણે નીકળી જવું જોઈએ અને મને ઊંચકી અને એમને એક દિશામાં દોડવાનું ચાલી કર્યું. જયારે મારો ભાઈ બીજી દિશામાં ભાગી ગયો. જયારે અમે જઈ રહ્યા હતા ત્યારે મેં જોયું કે બે વ્યક્તિઓ લોકો ઉપર ફાયરિંગ કરી રહ્યા છે અને મારા જમણા પગમાં ગોળી વાગી ગઈ.”

તેને જણાવ્યું કે “કોર્ટમાં નિવેદન આપવા ઉપર મારા પિતાને પાકિસ્તાનથી ફોન આવતા હતા. અમને પૈસા આપીને નિવેદન બદલવાની ધમકી આપવામાં આવી હતી. જો અમે ના માનીએ તો સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આમ છતાં મેં કસાબ વિરુદ્ધ ઘોડી પર જઈને કોર્ટમાં નિવેદન આપ્યું. અમને કહેવામાં આવ્યું હતું કે આ કેસમાંથી બહાર નીકળો નહીંતર અમે તમને મારી નાખીશું, તમારા ટુકડા કરી નાખીશું. અમને ડરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેં વિચાર્યું હતું કે ગમે તે થાય, હું દેશના આ દુશ્મન સામે જુબાની આપીશ.

સાક્ષી બન્યા પછી લોકોએ મને કહ્યું કે દીકરી, તેં બહુ બહાદુરીનું કામ કર્યું છે. દેશને તારા પર ગર્વ છે. તે સમયે મહારાષ્ટ્ર સરકારના ઘણા નેતાઓ અને મંત્રીઓ પણ આવ્યા હતા. તેમને કહ્યું કે તારા માટે ઘરની વ્યવસ્થા કરવામાં આવશે અને તે તારા અભ્યાસની સંપૂર્ણ જવાબદારી લેશે. પપ્પાના ધંધામાં પણ મદદ કરશે, પણ હજુ સુધી કંઈ થયું નથી. માત્ર બોલ બચન, અને ખોટા વચનો આપવામાં આવ્યા.

Niraj Patel