મનોરંજન

અજય દેવગન-કાજોલ લાંબા સમય પછી બાળકો સાથે નીકળ્યા રોડ ટ્રીપ પર, તસ્વીર થઇ વાઇરલ…

અભિનેતા અજય દેવગન અને કાજોલનો આગળનો થોડો સંયમ દુઃખ ભરેલો રહ્યો હતો.અમુક દિવસો પહેલા જ અજય ના પિતા વીરુ દેવગનનું નિધન થઇ ગયું હતું અને તે જ સમયે કાજોલની માતા તનુજા પણ ખુબ બીમાર પડી ગયા હતા. વીરુ દેવગનના નિધન વખતે બોલીવુડના અનેક દિગ્ગજ લોકો દેવગન પરિવારને શાંત્વન આપવા અને વીરુ દેવગનને શ્રદ્ધાંજલિ આપવા માટે આવી પહોંચ્યા હતા. જો કે કહેવાય છે ને ખરાબ સમય જેટલો જલ્દી આવે છે તેટલો જ જલ્દી ચાલ્યો પણ જાય છે. ઠીક તેવી જ રીતે દેવગન પરિવારનો દુઃખ ભરેલો અને ખરાબ સમય વીતી ગયો છે અને પોતાના મનને ફ્રેશ કરવા અને પરિવાર સાથે સમય વિતાવવા માટે અજય દેવગન પત્ની કાજોલ અને પોતાના બંન્ને બાળકો સાથે ફરવા માટે નીકળી પડ્યા છે.

હાલના સમયે દેવગન પરિવાર વરસાદના હલ્કા-હલ્કા જોંકા અને ધીમી-ધીમી ઠંડી લહેરોની સાથે રોડ ટ્રિપની મજા માણી રહ્યું છે.કાજોલે પોતાની આ રોડ ટ્રિપની તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને લખ્યું કે,” “Grumbles, rumbles and potato chips… road trip. Finally!”તસ્વીર સામે આવતા જ તે ખુબ વાઇરલ થઇ ગઈ છે અને તેને અત્યાર સુધીમાં 3 લાખથી પણ વધારે લાઇક્સ મળી ચુકી છે. ફૈન્સ દ્વારા દેવગન પરિવારની આ તસ્વીરને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

Grumbles, rumbles and potato chips……. road trip. Finally! 😋

A post shared by Kajol Devgan (@kajol) on

આગળના વર્ષે એક ઇવેન્ટમાં કાજોલે કહ્યું હતું કે,”હું એક સખ્ત અને કઠોર માં છું, જ્યારે અજય એકદમ સારા અને કુલ પપ્પા છે.. પણ અજયે પણ અનુભવ કર્યો છે કે બાળકો સાથે અમુક વાર સખ્ત અને ગંભીર થાવું પણ જરૂરી છે.અજય અને કાજોલ બંને પોતાના બાળકોને પૂરો સમય આપે છે અને ખુબ ધ્યાન રાખે છે. બંને મોટાભાગે બાળકો સાથે વેકેશન માટે જાતા રહે છે.

 

View this post on Instagram

 

No filter needed.

A post shared by Ajay Devgn (@ajaydevgn) on

વાઇરલ થયેલી તસ્વીરોમા અજય-કાજોલની સાથે સાથે બંનેના બાળકો યુગ અને ન્યાસા પણ દેખાઈ રહ્યા છે.દેવગન પરિવાર રોડ ટ્રિપની મજા માણતું ખુબ જ ખુશ અને સુંદર દેખાઈ રહ્યું છે.ફિલ્મોમાં સખ્ત દેખાતા અજય આ સમયે એકદમ કુલ અને ખુશનુમા મિજાજમાં દેખાઈ રહ્યા છે.જણાવી દઈએ કે અજય દેવગન પોતાની દીકરી ન્યાસાના વધારે નજીક છે, હાલ ન્યાસા સિંગાપોરમાં અભ્યાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

The light is beautiful, but my daughter outshines everything! Happy 2019 and I’m sure your daughters are all precious to you.

A post shared by Ajay Devgn (@ajaydevgn) on

દેવગન પરિવારની આ રોડ ટ્રીપ તસ્વીરને ફૈન્સ દ્વારા ખુબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.ન્યાસા દેવગન પણ સોશીયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.કાજોલ છેલ્લી વાર પ્રદીપ સાકરની ફિલ્મ ‘હેલીકૉપ્ટર ઈલા’ માં નજરમાં આવી હતી અને અજય દેવગન ‘દે દે પ્યાર દે દે’ માં નજરમાં આવ્યા હતા. આ ફિલ્મમાં અજયની સાથે રકૂલ પ્રીત અને તબ્બુ પણ ખાસ કિરદારમાં હતા.

 

View this post on Instagram

 

I feel like this quite often unfortunately reality is more track pants and lounging 🤪

A post shared by Kajol Devgan (@kajol) on

પરિવારને સમય આપવાની સાથે સાથે હાલ અજય દેવગન ફિલ્મ ”તાનાજી: દ અનસંગ હીરો”ની શૂટિંગમાં વ્યસ્ત છે. જેને ઓમ રાઉત ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મમાં કાજોલ અને સૈફ અલી ખાન પણ જોવા મળી શકે તેમ છે.

 

View this post on Instagram

 

Kicking off the promotions for De De Pyaar De.

A post shared by Ajay Devgn (@ajaydevgn) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks