કાર ખરીદીને મિત્રો સાથે આવી રહ્યો હતો, કારની પૂજા કરાવતા પહેલા જ દર્દનાક મોત, ગેસ કટરથી કાર કાપી કાઢી લાશ

નવી નવી ગાડી લીધી, પરિવાર પણ ખુશ ખુશાલ હતો, પરંતુ ગેસ કટરથી કાર કાપી કાઢી લાશ, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, કેટલીકવાર એવા ગમખ્વાર અકસ્માત જોવા મળતા હોય છે જેને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઇ જાય. આવા અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે, ત્યારે હાલ આવી જ એક ખબર સામે આવી રહી છે જેને જાણીને પણ તમારા રૂંવાડા ઉભા થઇ જશે, એક યુવક કાર ખરીદીને મિત્રો સાથે આવી રહ્યો હતો ત્યારે જ તેનું દર્દનાક મોત થયું હતુ.

આ ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના દેવારિયામાંથી. જ્યાં એક યુવક એક સેકેંડ હેન્ડ કાર ખરીદીને મિત્રો સાથે પોતાના ઘરે પરત આવી રહ્યો હતો, ઘરે પણ તેના કાર ખરીદીને આવવાની પરિવારજનો રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તે દરમિયાન જ કાર અનિયંત્રિત થઈને એક ઝાડ સાથે અથડાઈ ગઈ, અને ચકનાચૂર થઇ ગઈ. આ અકસ્માતમાં કાર માલિક યુવકનું મોત થઇ ગયું, જયારે કારમાં બેઠલા તેના ત્રણ મિત્રો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા.

આ અકસ્માત એટલો ભીષણ હતો કે યુવકનું શબ કાઢવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. મૃતક યુવકનું નામ કૃષ્ણા વર્મા હતું અને તેની ઉંમર માત્ર 25 વર્ષ હતી, તે સોના ચાંદીનું કામ કરતો હતો. તે શુક્રવારના રોજ ગોરખપુરના બડહલગંજમાં જૂની કાર ખરીદવા માટે ગયો હતો. સાથે તેના ત્રણ મિત્રો પણ હતા. કૃષ્ણાએ એક જૂની સ્વીફ્ટ ડિઝાયર કાર ખરીદી અને તેના મિત્ર 28 વર્ષિય વિકાસ સિંહ, 22 વર્ષીય શુભકામ અને છોટુ વર્મા સાથે ગામ આવવા માટે રવાના થયો.

જેના બાદ મોડી રાત્રે 8.30 વાગ્યે જ ગામથી લગભગ 1 કિલોમીટર પહેલા જ સામેથી બાઈક આવી જવાના કારણે ગાડીનું બેલેન્સ બગડી ગયું અને ગાડી ઝાડ સાથે અથડાઈને ચકનાચૂર થઇ ગઈ. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા અને પોલીસને પણ જાણ કરવામાં આવી, તમામને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ ત્યાં કૃષ્ણાને મૃત જાહેર કરવામાં આવ્યો. ગાડી કૃષ્ણા જ ચલાવી રહ્યો હતો.

Niraj Patel