વાહ દિયર હોય તો આવો….લગ્ન બાદ ગૃહ પ્રવેશ કરી રહેલી ભાભી માટે જે કર્યું તે જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે…વાયરલ થયો વીડિયો

દિયરે ભાભી માટે જે કર્યું તે ખરેખર દિલ જીતી લેનારું હતું.. ભાભી પાસે કરી એવી માંગણી કે ભાભીની આંખોમાં પણ આંસુઓ આવી ગયા.. જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે જેને જોઈને આપણું દિલ પણ ખુશ થઇ જાય તો ઘણીવાર ભાવુક કરી દેનારા વીડિયો પણ સામે આવતા હોય છે. ત્યારે હાલ એવો જ એક દિયર ભાભીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

દિયર અને ભાભી વચ્ચે ખુબ જ ખાસ સંબંધ હોય છે. બંને વચ્ચે ખુબ જ મજાક મસ્તી થતી હોય છે અને પ્રેમ પણ એટલો જ હોય છે. એટલે જ તો ઘણીવાર એમ પણ કહેવાય છે કે ભાભી મા સમાન હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભાઈ-ભાભી અને દિયરના વીડિયોએ લોકોના દિલ જીતી લીધા હતા.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા તેની દુલ્હન સાથે તેના ઘરે આવે છે અને આ દરમિયાન પરિવારના તમામ સભ્યો હાજર હોય છે. દરવાજે ઉભેલી નવી વહુની એન્ટ્રી થવાની છે, એટલે જ દિયર આવીને એવી માંગણી કરે છે કે બધા મૂંઝાઈ જાય છે. ભાભીની એન્ટ્રી થાય તે પહેલા દિયરે કહ્યું કે ભાભી જ્યારે તેની મમ્મી સામે રડતી હતી ત્યારે મેં આંટીને વચન આપ્યું હતું કે ઘરે જઈને જશ્ન મનાવશે. ભાભીને તેના લક્ષ્મણજી અને ભરત જી મળશે. આ સાંભળીને સામે હાજર દુલ્હનના સસરા બોલ્યા  “ખુશ રહો દીકરા, ખૂબ ખુશ રહો.”

 

View this post on Instagram

 

A post shared by MR AND MRS RAWAT (@lakhneet.pyaar)

દિયરે તેની ભાભી પાસે એવી માંગણી મૂકી કે તેની સફેદ ટી શર્ટ પર તે પહેલું પગલું મૂકે. આ સાંભળીને ભાભી ભાવુક થઈ ગયા. ટી-શર્ટ પર પગ મૂક્યા પછી, તેના મોટા ભાઈએ તેને ગળે લગાવ્યો અને પછી ભાભીએ ખુશીથી તેને ગળે લગાવી અને આભાર માન્યો. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel