દિયર અને ભાભીએ સ્ટેજ પર જ કર્યો રોમાન્ટિક ડાન્સ, ગુસ્સામાં લાલ પીળો થઇ ગયો ભાઈ અને પછી સ્ટેજ પર આવીને કર્યું એવું કે…. જુઓ વીડિયો

દિયર-ભાભીનો રોમાન્ટિક ડાન્સ જોઈને ગુસ્સે ભરાઈ ગયો વરરાજા, ડીજેની પાસે જઈને કર્યું કંઈક એવું કે સાત જન્મ સુધી નહિ ભૂલે લોકો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ  વાયરલ થતા હોય છે, તો બીજી તરફ હાલ લગ્નની સીઝન પણ પૂર બહારમાં ખીલી છે અને ઘણા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયામાં દુલ્હન અને ઘણીવાર વરરાજાના ડાન્સ વીડિયો પણ વાયરલ થતા હોય છે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેને જોઈને તમે પણ હેરાન રહી જશો, કારણ કે આ વીડિયોમાં વરરાજા અને કન્યા નહિ પરંતુ દિયર અને ભાભી ડાન્સ કરતા જોવા મળે છે.

લગ્નની અંદર ડાન્સનું પણ ખુબ જ મહત્વ છે. કોઈપણ લગ્ન ડાન્સ વગર અધૂરા જ માનવામાં આવે. લગ્નના આગળના દિવસે પણ સંગીત સંધ્યામાં વર કન્યા સાથે સંબંધીઓ પણ ડાન્સ ફ્લોર પર ધૂમ મચાવતા હોય છે, ત્યારે વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક દિયર તેના ભાભી સાથે સ્ટેજ પર રોમાન્ટિક અંદાજમાં ડાન્સ કરી રહ્યો છે. આ દરમિયાન પાછળ જ વરરાજા પણ ઉભો છે અને તેને જોઈ રહ્યો છે.

વીડિયોમાં તમે દિયર-ભાભીને ફિલ્મ રાજા હિન્દુસ્તાનીના ગીત ‘ઉફ્ફ ક્યા રાત આયી હૈ’ પર ડાન્સ કરતા જોઈ શકો છો. દિયર તેની ભાભીનો હાથ પકડીને રોમેન્ટિક ડાન્સ કરી રહ્યો હતો. ત્યારે જ વરરાજા પાછળથી ઝડપથી ચાલીને ડીજે પાસે જાય છે અને તેને કંઈક કહેવાનું શરૂ કરે છે. વરરાજાના મિજાજને જોઈને વહુને પણ પરિસ્થિતિનો અહેસાસ થાય છે. આ પછી તે ડાન્સ ફ્લોર પર આવે છે અને બંનેને કંઈક કહે છે.

હવે સોશિયલ મીડિયા પર આ વીડિયો જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આજે ભાભીની  ખેર નથી તો ઘણા લોકો આ વીડિયોને મજેદાર પણ માની રહ્યા છે. તો ઘણા લોકોએ એમ પણ કહ્યું કે આ રીતે પોતાના ભાભી સાથે કોણ ડાન્સ કરે. જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. પરંતુ હાલ આ વીડિયો ખુબ જ જોવામાં આવી રહ્યો છે.

Niraj Patel