લગ્નની અંદર દિયરોએ ઘેરી લીધા ભાભીને પછી ગીતના તાલ ઉપર એવા ઝૂમ્યા એવા ઝૂમ્યા કે વીડિયો થઇ ગયો વાયરલ

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર જોવા મળે છે કે દિયર ભાભી અને જીજા સાળી મજાક મસ્તી પણ ખુબ જ કરતા હોય છે. આવા વીડિયો જોનારને પણ ખુબ જ પસંદ આવે છે, હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં દિયર અને ભાભીની મસ્તી જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ ઉપર રીલમાં પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો હવે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જેવા મળી રહ્યું છે કે નવી નવેલી દુલ્હન પોતાના દિયરો સાથે ઘેરાઈ ગઈ છે. ઘણા છોકરાઓ દુલ્હનની આજુબાજુ આવી અને તેને ઘેરી રહેલા જોવા મળે છે.

અને પછી એક ગીતના તાલે ડબધ જ દિયરો ભાભીને ઘેરી અને ઝૂમવા લાગે છે, ભાભી પણ બધા જ દિયરો સાથે મન મૂકીને ડાન્સનો આનંદ માણતી જોવા મળી રહી છે. સાસરીની અંદર આવું ભવ્ય સ્વાગત જોઈને ભાભી પણ ખુબ જ ખુશ નજર આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Simran chawla (@ombregal)

વીડિયોની અંદર એ પણ જોઈ શકાય છે કે બધા જ છોકરાઓ પોતાના ભાઈના લગ્નના કારણે ખુબ જ ખુશ નજર આવે છે અને ભાભી સાથે ડાન્સ કરવાનો મોકો પણ નથી છોડી રહ્યા. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel