કન્યા સાથે સ્ટેજ ઉપર ઉભો હતો વરરાજા, ત્યારે જ દિયરે આવીને કર્યું એવું કામ કે મહેમાનો પણ જોઈને રહી ગયા દંગ, જુઓ વીડિયો

લગ્ન એ જીવનનો ખુબ જ ખાસ અવસર છે, લગ્નના દિવસે મોટાભાગના લોકો ખુશ હોય છે અને તેમાં પણ કન્યા અને વરરાજાના પરિવારજનોની ખુશીઓ તો બમણી હોય છે. લગ્નનો દિવસ બંને પરિવારમાં ખુશીઓ લઈને આવે છે, ત્યારે લગ્નમાં મજાક મસ્તીથી વાતાવરણ પણ ખુબ જ સુંદર બનતું હોય છે. સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે હાલ દિયર ભાભીની મસ્તીનો એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કન્યા અને વરરાજા સ્ટેજ પર ઉભા છે અને પછી વરરાજાનો ભાઈ સ્ટેજ પર પહોંચે છે. આ દરમિયાન વરરાજા જ નહિ પરંતુ દુલ્હન પણ હસવા લાગે છે. નવી વહુ પાસે દિયરે એવી માંગણી કરી કે કોઈ ના પાડી શક્યું નહિ. દિયરે સ્ટેજ પર જ ભાભી સાથે ડાન્સ કરવાની વિનંતી કરી. આના પર ભાભી ડાન્સ કરવા માટે રાજી થઈ ગઈ અને ભાભીએ બોલિવૂડ સ્ટાર હ્રતિક રોશનનું પ્રખ્યાત ગીત ‘કહો ના પ્યાર હૈ’ વગાડવા કહ્યું.

બંનેએ સ્ટેજ પર ગીતના હૂક સ્ટેપ પર જોરદાર ડાન્સ કર્યો હતો. ત્યાં હાજર મહેમાનો દિયર-ભાભીની વિશિષ્ટતા જોઈને દંગ રહી ગયા, કારણ કે બંનેએ ખૂબ જ શાનદાર અંદાજમાં ડાન્સ કર્યો હતો. બધાના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેઓ આનંદથી ઉછળી પડ્યા. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વિડિયો ઇન્સ્ટાગ્રામ પર weddingbells2022_ નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવતા જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘કહો ના પ્યાર હૈ’. દિયર અને ભાભીનું શ્રેષ્ઠ અને દમદાર નૃત્ય પ્રદર્શન.’ અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Niraj Patel