દિયર-ભાભીએ એકસાથે લગાવી ફાંસી, બંને વચ્ચે સંબંધને લઇને પરિવાર લગાવતો હતો જૂઠા આરોપ- તંગ આવી ઉઠાવ્યુ આત્મહત્યાનું પગલુ

દિયર-ભાભીએ ઝાડ સાથે ફાંસી લગાવી આપી દીધો જીવ, મૃતકાના પિતાનો દાવો-સાસુ અને નણંદ આવા  આવા ખરાબ કામો કરતા..

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. કેટલીકવાર આવા મામલામાં પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ તો પછી માનસિક કે શારીરિક હેરાનગતિ હોય છે. ત્યારે હાલમાં ફરીદાબાદમાંથી આવી ઘટના સામે આવી છે. ફરિદાબાદમાં બે મૃતદેહો મળ્યાના સમાચાર મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા.

મંગળવારે સવારે હરિયાણાના ફરીદાબાદના જવાન વિસ્તારમાં ખેતરમાં બનેલી નળી પાસે લીમડાના ઝાડ પર એક યુવક અને એક મહિલાનો મૃતદેહ લટકેલો મળી આવ્યો હતો. આ સમાચાર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયા. સ્થાનિક પોલીસને આ માહિતી આપવામાં આવ્યા પછી,

પોલીસ ઘટનાસ્થળે આવી અને બંનેના મૃતદેહોને કબજે કર્યા અને પોસ્ટમોર્ટમ માટે ફરીદાબાદની સિવિલ હોસ્પિટલ શબઘરમાં રાખ્યા. જણાવી દઈએ કે મૃતક યુવકના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. મૃતક યુવતીની ઓળખ 24 વર્ષની મુસ્કાન તરીકે થઈ છે જ્યારે મૃતકની ઓળખ લગભગ 24 વર્ષીય તરુણ તરીકે થઈ છે.

બંને સંબંધોમાં દિયર-ભાભી લાગે છે. મૃતક મુસ્કાનના પિતાએ મુસ્કાનની સાસુ અને નણંદ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે તે ઉત્તર પ્રદેશના બરસાના ગામના રહેવાસી છે અને તેમની પુત્રી મુસ્કાનના લગ્ન 2018માં ફરીદાબાદના યોગેશ સાથે થયા હતા.

File Pic

મુસ્કાન અને યોગેશને બે પુત્રો છે. તેમને પુત્રીએ આપઘાત કરી લીધો હોવાની માહિતી મળી અને પછી તે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુસ્કાનના પિતાના જણાવ્યા અનુસાર તરુણના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે મુસ્કાનની સાસુ અને નણંદ છેલ્લા એક મહિનાથી તરુણ અને મુસ્કાનને બદનામ કરી રહી છે, જ્યારે બંને દિયરઈ-ભાભી છે. પોલીસે આ ફરિયાદ પર લીલાવતી અને કવિતા વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

Shah Jina