માનવતાની મિસાલ હતો ડોન દેવા, ગરીબ લોકો તેને ભગવાન જેમ પૂજતા હતા, છતાં ખુબ જ ક્રૂર રીતે કરી દેવામાં આવી હત્યા, જુઓ તેના સેવાકીય કાર્યોની ઝલક

ડોન નહિ પણ પોતાના વિસ્તારના લોકો માટે હીરો હતો દેવા, જાણો શા કારણે લોકો તેને આટલો પ્રેમ કરતા હતા, વાયરલ થયો વીડિયો

રાજસ્થાનના કોટામાં થયેલા ડોન દેવા ગુર્જર હત્યાના પડઘા આખા દેશની અંદર પડી રહ્યા છે, કોટાના લોકો પણ દેવા ગુર્જરના હત્યારાને આકરામાં આકરી સજા થાય એવી માંગણી કરી રહ્યા છે, આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ જસ્ટિટ ફોર દેવા ગુર્જર ટ્રેન્ડ કરી રહ્યું છે અને સોશિયલ મીડિયામાં દેવાના ઘણા વીડિયો પણ વાયરલ થઇ રહ્યા છે.

ડોન દેવા ગુર્જર તેના ગામ લોકો માટે મસીહા હતો, તેને કોઈ ડોન કહે એ ખુબ જ પસંદ હતું, પરંતુ ગરીબ લોકો માટે તે ડોન નહિ ભગવાન હતો, તેની એક ઝલક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર પણ જોવા મળે છે અને એટલે જ આજે મોટી સંખ્યામાં લોકો ડોન દેવા ગુર્જરને ન્યાય મળે તે માટે થઈને આગળ આવ્યા છે.

દેવા ગુર્જરની 4 એપ્રિલે જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. દેવા ગુર્જરની હત્યાના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને તેમના સમર્થકોએ મંગળવારે કોટામાં હંગામો મચાવ્યો. તમને જણાવી દઈએ કે દેવા ગુર્જર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતો અને તેના 2 લાખથી વધુ ફોલોઅર્સ હતા.

જ્યારે પણ દેવા પોતાના વિસ્તારથી બહાર જતો ત્યારે લોકો તેને સલામ કરતા. દેવા ગુર્જર ઉર્ફે દેવા ડોનની હત્યા પાછળ પરિવારજનોએ તેના નજીકના મિત્ર પર શંકા વ્યક્ત કરી છે. દેવાનો આ મિત્ર તેની સાથે ઈન્સ્ટાગ્રામ પર રીલ પણ બનાવતો હતો. દેવા ગુર્જરના પરિવારે તેના મિત્ર બાબુલાલ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. બંને વચ્ચે 6 મહિના પહેલા મિત્રતા થઈ હતી. દેવાનો સોશિયલ મીડિયા પર ઘણો ક્રેઝ હતો. બંને મિત્રો ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હતા.

સંબંધીઓનું કહેવું છે કે બાબુલાલે દેવા પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી, આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી બાબુલાલે તેને મારી નાખવાની યોજના બનાવી. જ્યારે દેવા સલૂનમાં એકલો હતો ત્યારે તેના પર જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો.

ત્યારે હાલ દેવાના એક સેવાકીય કાર્યોનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં ડોન દેવા ગુર્જર ગરીબ લોકોને ધાબડાનું વિતરણ કરતો જોઈ શકાય છે, વીડિયોમાં જોઈ શકાય છે કે દેવાના હાથમાં ઘણા બધા ધાબડા છે અને તેની આસપાસ ઘણા લોકો તે લેવા માટે ઉભા છે, દેવા બધાને ધાબડાનું વિતરણ કરતો જોવા મળી રહ્યો છે.

Niraj Patel