ડોન દેવાની હત્યા કેસમાં પોલીસે માત્ર ગણતરીના દિવસમાં જ ઝડપી લીધા 9 લોકોને, 5 લાખ રૂપિયાની લેવડ દેવડમાં મિત્રે જ કરી હત્યા, જાણો સમગ્ર મામલો

રાજસ્થાનના ડોન દેવા ગુર્જર હત્યાનો મામલો આખા દેશમાં ચર્ચાઈ રહ્યો છે, ત્યારે પોલીસ પણ દેવાની હત્યા બાદ પોતાની તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો અને ગણતરીના દિવસોમાં જ આ હત્યાના 9 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. હાલ પોલીસ બાકીના લોકોને શોધી રહી છે. એટલું જ નહીં, પકડાયેલા આરોપીઓને રાવતભાટામાં સ્થળ પર લઈ જઈને સીન રિક્રિએટ કરવામાં આવશે.

ડોન દેવા ગુર્જરની 4 એપ્રિલે જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. દેવા ગુર્જરની હત્યાના સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા અને તેમના સમર્થકોએ મંગળવારે કોટામાં હંગામો મચાવ્યો. તમને જણાવી દઈએ કે દેવા ગુર્જર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતો અને તેના 2 લાખથી વધુ ફોલોઅર્સ હતા.

દેવાની હત્યાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં જોવા મળ્યું હતું કે 10-12 જણા એક સલૂનમાં રહેલા દેવા ગુર્જરની ધારિયા, કુહાડી લઈને હત્યા કરવા જાય છે અને હત્યા કર્યા બાદ ત્યાંથી ફરાર થઇ જાય છે. આ ઘટનાને લઈને લોકો પણ ખુબ જ રોષે ભરાયા હતા. પોલીસે પણ આ કેસની ગંભીરતા સમજીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ફરાર લોકોની જંગલોમાં શોધખોળ કરવામાં આવી રહી છે. આ સિવાય દેવાના સમર્થકો સામે રોડ બ્લોક કરવા અને બસ સળગાવવાના બે કેસ નોંધાયા છે. એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે દેવા ગુર્જર હત્યા કેસની તપાસ ઉદયપુરને બદલે કોટા રેન્જમાં થશે. ડોન દેવા ગુર્જરને 2 પત્નીઓ અને 9 બાળકો છે.

પ્રથમ પત્ની કાલીબાઈને 8 છોકરીઓ અને બીજી પત્ની ઈન્દિરાને એક છોકરો છે. પ્રથમ પત્નીને 8 છોકરીઓ હતી, ત્યારબાદ દેવા ગુર્જરે બીજી પત્ની ઈન્દિરા સાથે લગ્ન કર્યા. બંને પત્નીઓ એક જ ઘરમાં સાથે રહેતી હતી. બંને કરવા ચોથ સહિત તમામ તહેવારો એકસાથે ઉજવતા હતા. દેવા ગુર્જર ઉર્ફે દેવા ડોનની હત્યા પાછળ પરિવારજનોએ તેના નજીકના મિત્ર પર શંકા વ્યક્ત કરી છે.

દેવાનો આ મિત્ર તેની સાથે ઈન્સ્ટાગ્રામ પર રીલ પણ બનાવતો હતો. દેવા ગુર્જરના પરિવારે તેના મિત્ર બાબુલાલ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. બંને વચ્ચે 6 મહિના પહેલા મિત્રતા થઈ હતી. દેવાનો સોશિયલ મીડિયા પર ઘણો ક્રેઝ હતો. બંને મિત્રો ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હતા.

દેવા ગુર્જર હત્યા કેસમાં અત્યાર સુધીમાં મુખ્ય આરોપી બાબુ ગુર્જર સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હત્યાની વાસ્તવિક સ્થિતિ સમજવા માટે SIT આજે ક્રાઈમ સીન ફરીથી બનાવશે. આ કેસમાં અત્યાર સુધી ફરાર આરોપીઓને શોધવા માટે તેમના સંભવિત સ્થળોએ સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Niraj Patel