જો તમે જાણવા માગો છો કે દેવ પ્રબોધિની એકાદશીનું વ્રત ક્યારે છે, તો અમે તમને જણાવી દઈએ કે દેવ પ્રબોધિની એકાદશી, જેને દેવઉઠી એકાદશી અને હરિ પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે, આ વર્ષની 12 નવેમ્બરને મંગળવારના રોજ છે. આ વ્રત 12 નવેમ્બરે સૂર્યોદયથી શરૂ થશે અને 13 નવેમ્બરે પૂર્ણ થશે.
દેવઉઠી એકાદશી કારતક મહિનાની શુક્લ પક્ષમાં આવતી બીજી અગીયારશે આવે છે. જેનું એક આગવું મહત્વ છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના બાદ નિંદ્રામાંથી જાગે છે. આ એકાદશીએ વ્રત અને કથા સાંભળવાનું મહત્વ છે.આ વર્ષે દેવઉઠી એકાદશીનું વ્રત 12મી નવેમ્બરે આવશે. આ દિવસને દેવોત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીનું આગવું મહત્વ છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર આ દિવસે વિષ્ણુ ભગવાન ચાર મહિના સુધી ઊંઘ્યા બાદ જાગે છે. આ ચાર મહિનામાં ભગવાન વિષ્ણુના દેવ શયનને કારણે તમામ પ્રકારના શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુના જાગ્યા બાદ તમામ શુભ કાર્યો સંપન્ન થાય છે. આ દિવસે વ્રત અને કથા સાંભળવાનું મહત્વ છે.
દેવઉઠી એકાદશીની તિથિ અને મુહૂર્ત
આ વર્ષની કારતક માસની શુક્લ પક્ષએ એકાદશી 11મી નવેમ્બરના રોજ સાંજે 6:46 વાગ્યાથી લઈ 12 નવેમ્બરે સાંજે 04:04 વાગ્યા સુધી દેવઉઠી એકાદશી રહેશે. 12 નવેમ્બરે ઉદય તિથિ હોવાથી આ દિવસે દેવુથની એકાદશીનું વ્રત કરવામાં આવશે. જ્યારે તેનું પારણ 13 નવેમ્બરે સવારે 6:42 થી 8:51 વચ્ચે કરાશે.
દેવઉઠી એકાદશીની પૂજાવિધિ
દેવઉઠી એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠીને સૂર્યોદય પહેલાં સ્નાન કરવું જોઈએ. ત્યાર બાદ શેરડીનો મંડપ બનાવો અને વચ્ચે એક ચોક બનાવો. ચોકની વચ્ચે વિષ્ણુ ભગવાનનું ચિત્ર કે મૂર્તિ રાખવી. ચોકમાં ભગવાનના પગલાં પણ બનાવવામાં આવે છે, જેને ઢાંકીને રાખવાનો નિયમ છે. શેરડી, શિંગોડા અને પીળા ફળો અને મીઠાઈઓ ભગવના વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે. ત્યાર બાદ ઘીનો દીવો પ્રગટાવો અને તેને આખી રાત રાખવો. ત્યાં બેસીને વિષ્ણુ પુરાણ અને વ્રત કથા સાંભળવી જોઈએ.
દેવુઉઠી એકાદશી વ્રતના નિયમો
દેવ પ્રબોધિની એકાદશી વ્રત દરમિયાન દશમી તિથિથી જ સાત્વિક આહાર લેવો પડે છે. લસણ અને ડુંગળી ખાનારાઓએ દશમી તિથિએ જ તેનો ત્યાગ કરવો પડશે. અને પછી એકાદશીના દિવસે આખો દિવસ નિર્જલ ઉપવાસ કરવાનું હોય છે. સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી ફળ ખાઈ શકાય છે. જે લોકો ભગવાન વિષ્ણુને ચાતુર્માસમાં શયન(પોઢાડે) છે તેઓ દેવ પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાનને જગાડે છે. ભગવાનને સ્નાન કરાવી નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે.ઉપવાસ કરનારાઓ માટે એવો પણ નિયમ છે કે આ રાત્રે જાગરણ કરતી વખતે ભગવાનના ભજન અને કીર્તન ગાવા જોઈએ. અને બીજા દિવસે દ્વાદશી તિથિ પર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપવી. પછી વ્યક્તિએ ખોરાક અને પાણીનું સેવન કરવું જોઈએ. આ રીતે દેવ પ્રબોધિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને શ્રી હરિ વિષ્ણુના પરમ આશીર્વાદ મળે છે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)