વાહ દેવ પગલી વાહ…પોતાની મહેનતની કમાણીથી પોતાની વૃદ્ધ માને જીવનમાં પહેલીવાર વિમાનમાં બેસીને વૃદાંવન લઇ ગયા…જુઓ તસવીરો

વાહ વાહ દીકરો હોય તો આવો….”ચાંદ વાલા મુખડા” ફેમ દેવ પગલી પોતાની માતાને પહેલીવાર લઇ ગયો હવાઈ સફરે.. મમ્મીનું પ્લેનમાં બેસાડવાનું સપનું કર્યું પૂર્ણ.. જુઓ PHOTOS

ગુજરાતી કલાકારો હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. ગુજરાતના મોટાભાગના કલાકારો પોતાની મહેનતથી આગળ આવ્યા છે અને તેમને પોતાની મહેનતથી પૈસાની સાથે પોતાનું આગવું નામ પણ બનાવ્યું છે. ઘણા ગુજરાતી ગાયકોનો આજે દેશ વિદેશમાં પણ ડંકો વાગે છે, ત્યારે એવા જ એક ગાયક છે દેવ પગલી. જેમને પણ પોતાની મહેનત અને અવાજના દમ પર આજે મોટું નામ બનાવ્યું છે.

ગુજરાતની જનતા આજે દેવ પગલીને રોકસ્ટાર તરીકે ઓળખે છે અને તેમના ગીતો આવવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ જતા હોય છે. બૉલીવુડ અભિનેતા રણવીર સિંહે પણ દેવ પગલીની પ્રસંશા કરી હતી જયારે રણવીરની ફિલ્મ “જયેશ ભાઈ જોરદાર”માં દેવ પગલીનું એક ગીત આવ્યું હતું. આ ગીત દ્વારા દેવ પગલીએ બોલીવુડમાં પણ ધમાકેદાર શરૂઆત કરી હતી.

ત્યારે હાલ દેવ પગલી ફરીવાર ચર્ચામાં આવ્યા છે અને આ વખતે તેમના કોઈ ગીતને લઈને નહિ પરંતુ એક ખાસ કામને લઈને. દેવ પગલી પોતાની માતા સાથે વૃંદાવનની જાત્રા પર નીકળ્યા છે. જેની ઘણી બધી તસવીરો તેમને તેમના સોશિયલ મીડિયામાં શેર કરી છે. દેવ પગલીના માતાજી પહેલીવાર પ્લેનની સફર કરતા હોવાનું પણ તે કેપ્શન દ્વારા જણાવી રહ્યા છે.

દેવ પગલીએ ઘણી બધી તસવીરો શેર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું છે..”આજે મારી મમ્મીને લઈને વૃંદાવન દર્શન કરવા જાઉં છું, મજાની વાત એ છે કે આજે મારા મમ્મીને પહેલી વાર વિમાનમાં બેસાડ્યા, આજે મમ્મીને વિમાનમાં બેસાડવાનું સપનું પૂરું થયું. મારી સાથે મારા મામા, મારા આસેડા ગામનો પરમ મિત્ર સુરેશ, મારા મિત્ર કરણ ભુવાજી સાથે આજની સફર કઇ અલગ છે.”

ત્યારે હવે દેવ પગલીના ચાહકો પણ તેમની આ તસવીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને દેવ પગલીના આ કાર્યની પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે. દેવ પગલી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તે તેમના માતાજી સાથે પ્લેનમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમના મિત્રો અને મામા પણ સાથે છે. દેવ પગલીના માતાજીના ચહેરા પણ ખુશી છલકાતી જોવા મળી રહી છે.

દેવ પગલીનું “માટલા ઉપર માટલું” અને “ચાંદ વાલા મુખડા” ગીત તો આખી દુનિયામાં પ્રચલિત બની ગયા હતા. “ચાંદ વાલા મુખડા” પર બનેલી રીલે તો મોટા મોટા રેકોર્ડ પણ તોડી નાખ્યા હતા. જેના દ્વારા દેવ પગલીની ઓળખ ગુજરાતમાં જ નહિ આખા દેશમાં થવા લાગી અને દેવ પગલી ગોલ્ડન વૉઇસ પણ બની ગયો.

Niraj Patel