ખબર મનોરંજન

દિવ્યા ભટનાગરના નિધન બાદ એક પછી એક ચોંકાવનારા ખુલાસા, દેવોલિનાના વીડિયો બાદ અભિનેત્રીના ભાઈએ શેર કર્યા સ્ક્રીનશોટ

ટીવીની પ્રખ્યાત ધારાવાહિક “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”ની અભિનેત્રી દિવ્યા ભટનાગરે સોમવારે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા. દિવ્યાના નિધનથી આખી ટીવી ઇન્ડસ્ટ્રીઝ સ્તબ્ધ થઇ ગઈ છે. કોરોના સામે લાંબો સમય ઝઝૂમ્યા બાદ તેનું મૃત્યુ થયું હતું. દિવ્યાના મૃત્યુ બાદ તેની મિત્ર અને અભિનેત્રી દેવોલિનાએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતો.

દેવોલિનાએ દિવ્યાના નિધનના એક દિવસ બાદ એક વિડીયો શેર કર્યો હતો. આ વીડિયોમાં દેવોલિનાએ દિવ્યાના પતિને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Devoleena Bhattacharjee (@devoleena)

હવે દિવ્યાના ભાઈ દેવ ભટનાગ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ શેર કરી છે. જેમાં તેને પોતાની બહેન સાથેની વૉટ્સએપ ચેટના સ્ક્રીનશોટ શેર કર્યા છે. જે ખરેખર ચોંકાવનારા છે.

Image Source: (instagram: divyabhatnagarofficial)

દિવ્યાના નિધન બાદ તેનું અંગત જીવન ખુબ જ ચર્ચામાં આવી ગયું છે. તેના પતિ ગગન ગબરુ ઉપર દિવ્યાના પરિવાર સમેત અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જીએ તેની સાથે મારીપીટ કરવા સમેત ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

Image Source: (instagram: divyabhatnagarofficial)

દિવ્યાના ભાઈએ સ્ક્રીનશોટ શેર કાર્ય છે જેમાં તેની બહેન કોઈના દ્વારા પતિ તરફથી મારપીટ કરવાની વાત જણાવી રહી છે. એટલું જ નહિ દિવ્યા કહે છે કે તેને ધમકાવીને ગગને લગ્ન કર્યા હતા. જો કે આ સ્ક્રીનશોટની હજુ અધિકારીક પુષ્ટિ નથી કરવામાં આવી.

Image Source: (instagram: divyabhatnagarofficial)

દેવ ભટનાગરે ચેટ શેર કરતા કેપશનમાં લખ્યું છે કે કદાચ મને પહેલા આ બધું ખબર પડી જતી. તેને લખ્યું છે કે કદાચ મને પહેલા બધી ખબર હોતી તો હું તેને કહેતો કે પોતાના માટે ઉભી રહી જા. હું તેને જણાવતો કે છોકરીઓ આ સંસારમાં સૌથી વધારે શક્તિશાળી છે. હું તેને આ રાક્ષસથી બચાવવાનો પ્રયત્ન કરતો.

Image Source: (instagram: divyabhatnagarofficial)

દેવ ભટનાગરે બીજી છોકરીઓને પણ આ પ્રકારનો સંદેશ આપતા જણાવ્યું કે, “બહુ જ વધારે મોડું થા પહેલા બોલો, ખાસ કરીને પોતાના પરિવાર સામે વાત રાખો. કારણ કે તમારા મિત્રો સામે પણ વાત રાખી શકો છો. પરંતુ આ પ્રકારના સંકટમાંથી તમારો પરિવાર જ તમને બહાર કાઢી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by ☬ G A G A N ੴ (@whogabru)

દિવ્યાના ભાઈએ ગગનને ફાંસી આપવાની પણ માંગણી કરી છે. તો આ બાબતે દિવ્યાના પતિએ પણ એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. અને પોતે નિર્દોષ હોવાનું અને અભિનેત્રી દેવોલિનાના આરોપો ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે.