ખબર

આ છે દેશની સૌથી મોંઘી ચા, કિંમત જાણીને ઉડી જશે હોશ..

આપણા દેશમાં મોટા ભાગના લોકો ચાના શોખીન હોય છે. દેશની મોટેભાગની ગલીઓમાં અને ચાર રસ્તાઓ પર ચાની લારીઓ જોવા મળશે. આપણે ત્યાં ચા સૌથી વધુ પીવાતું પીણું છે. ત્યારે આજે વાત કરીએ ચા વિશે જે ભારતની સૌથી મોંઘી ચા છે.

વાત થઇ રહી છે, મનોહરી ગોલ્ડ ટી વિશે. આસામમાં દિબ્રુગઢ જિલ્લાની આ મંગળવારના રોજ આ ચાએ કરેલી કમાણીએ રેકોર્ડ તોડી નાખ્યો છે. સામાન્ય રીતે આપણે વધુમાં વધુ 500 કે 1000 રૂપિયાની ચા લાવતા હોઈશું. આસામની આ ચા ભારતની અત્યાર સુધીની સૌથી મોંઘી ચા છે જેની કિંમત 50 હજાર રૂપિયા પ્રતિ કિલો છે.

Image Source

મંગળવારના રોજ મનોહરી ગોલ્ડ ટી નામની આ ચાના વેચાણ માટે હરાજી યોજવામાં આવી હતી, એમાં આખા દેશના ચાના ઉત્પાદકોએ ભાગ લીધો હતો. હરાજીમાં આ ચાએ બધા જ રેકોર્ડ તોડી દીધા હતા. આ હરાજીમાં ચાની કિંમત 50000 સુધી લગાવવામાં આવી હતી. એક ચાના વેપારીએ 2 કિલો ચા માટે 1 લાખ રૂપિયા ચૂકવ્યા એ પછી ગુવાહાટી ચા સેન્ટરે મનોહરી ગોલ્ડ ટીને સૌથી મોંઘી ચા જાહેર કરી દીધી.

આ ચાની ખાસ વાત એ છે કે આ ચા પત્તીઓથી નહિ, પણ ખાસ પ્રકારની કળીઓમાંથી બને છે. આ એક પ્રકારની ફંગશ હોય છે જે વૃક્ષો-છોડવા પર લાગે છે. તેને સવારે ૪થી ૬ વાગ્યાની વચ્ચે તોડવામાં આવે છે, ત્યારે જ એમાં ખાસ સ્વાદ અને સુગંધ આવે છે. આ ચાને ઉકાળવા પર કાળો રંગ નહિ પણ ચમકતો સોનેરી રંગ આવે છે. આ ચા બનાવતા મનોહરી ટી એસ્ટેટને પાંચ વર્ષનો સમય લાગ્યો. મનોહરી ટી એસ્ટેટના માલિક અનુસાર, આ ચા 24 કેરેટ સોના જેવી લાગે છે.

Image Source

ગયા વર્ષે પણ મનોહરી ટી એસ્ટેટની ખાસ ગોલ્ડન ટિપ્સ ટી 39,001 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાઈ હતી. આ સિવાય વર્ષ 2017માં ગોલ્ડન નીડલ્સ ટી પણ 18 હજાર રૂપિયા કિલોના ભાવે વેચાઈ હતી અને એ સમયે એની સૌથી વધુ બોલી 20 હજાર રૂપિયા લગાવવામાં આવી હતી.

મનોહરી ટી એસ્ટેટ દિબ્રુગઢ જિલ્લામાં બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું છે અને એ ઉંચા દરજ્જાની ચાના ઉત્પાદન માટે જાણીતું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks