Video: આ શું… કાકાએ બનાવી દીધી ‘બકરી ગાડી’, લોકોએ કહ્યુ- “બુઢાપામાં મગજ હલી ગયુ છે શું…”

‘બકરી ગાડી’ પર સફર કરી રહ્યા હતા કાકા, લોકો બોલ્યા- બકરીઓ મરી જશે કાકા !

અત્યાર સુધી તમે બળદગાડુ અને ઘોડાગાડી તો જોઇ હશે ને અને કેટલાક લોકોએ તો તેમની સવારી પણ કરી હશે. પણ શું તમે ક્યારેય બકરી ગાડી જોઈ છે ? ના જોઇ હોય તો આજે તમને એ જોવા મળી જશે. એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તમે કદાચ પહેલીવાર બકરી ગાડી જોશો. એક વૃદ્ધ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં બે બકરીઓ એક કાકાને ખેંચી રહી છે. તે વૃદ્ધ પોતે આરામથી મુસાફરી કરી રહ્યો છે. જો તમે વિડીયોને ધ્યાનથી જોશો, તો તમને બે બકરી, સાયકલના પૈડા અને લાકડાની બનેલી જુગાડ ગાડી જોવા મળશે. યૂઝર્સ આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે, જ્યારે કેટલાક લોકો એવી કોમેન્ટ કરી રહ્યા છે કે તે માત્ર ભારતમાં જ જોઈ શકાય છે.

જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે આ બકરી પર અત્યાચાર છે. આ વીડિયોને હજારો વખત જોવામાં આવ્યો છે. આ વીડિયો 17 ડિસેમ્બરના રોજ @lsawarmal નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને લાખો લાઇક મળી છે. યુઝર્સ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે આ વીડિયો જોયા પછી કોઈ કેવી રીતે હસી શકે.

જ્યાં એક વૃદ્ધ વ્યક્તિ કે જેનું વજન ઓછામાં ઓછું 70 કિલો હશે, તે આ પ્રાણીને કેવી રીતે ત્રાસ આપે છે. ત્યાં એક યુઝરે કમેન્ટ કરી અને લખ્યું કે વૃદ્ધાવસ્થામાં આનું મગજ હલી ગયુ છે. જ્યારે એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે વૃદ્ધને નરકમાં જતા કોઈ રોકી શકે નહીં. તો એકે કહ્યું કે કાકા બકરીઓ મરી જશે. એ જ રીતે ઘણા યુઝર્સે લખ્યું કે લોકો પણ કેવા કેવા જુગાડ કરી લે છે.

Shah Jina