વાહ… આ ખેડૂતના દિમાગને તો સલામ છે, ખેતરમાં પક્ષીઓને ભગાવવા માટે અપનાવ્યો એવો જુગાડ કે જોઈને તમે પણ કહેશો, “વાહ ખેડૂત વાહ !”

સોશિયલ મીડિયામાં દેશી જુગાડના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોમાં એવા એવા જુગાડ જોવા મળતા હોય છે કે તેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. પરંતુ એક વાત તો નક્કી છે કે ભારતમાં જે જુગાડ થાય છે તેવો જુગાડ તમને આખા વિશ્વની અંદર ક્યાંય જોવા નહીં મળે. આપણે દેશમાં દરેક સમસ્યાના સમાધાન માટે કોઈને કોઈ જુગાડ તમને જરૂર મળી જશે.

ત્યારે ખેડૂતો પણ પોતાના ખેતરમાં પાકને બચાવવા માટે કોઈને કોઈ જુગાડ જરૂર કરતા હોય છે, આપણે આવા ઘણા જુગાડના વીડિયોને જોયા હશે. એક સમય એવો હતો જયારે ખેડૂતોને પોતાના પાકના રક્ષણ માટે ખેતરમાં માણસ જેવું પૂતળું એટલે કે ચાડિયો બનાવવો પડતો હતો, પરંતુ આજે ખેડૂત પણ આધુનિક બની ગયા છે અને હવે ચાડિયાની બદલે આધુનિક જુગાડનો ઉપયોગ કરતા જોવા મળે છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એવા જ એક જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક ખેડૂત પોતાના પાકના રક્ષણ માટે આધુનિક જુગાડનો ઉપયોગ કરતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ખેડૂતે ખેતરમાંથી પક્ષીઓને ભગાડવા માટે વાંસ વડે અદ્ભુત સેટઅપ તૈયાર કર્યું છે. વાંસની જમણી બાજુએ એક ભારે લોખંડની પ્લેટ બાંધેલી છે, જ્યારે ડાબી બાજુથી વાંસમાં પાણી ભરાતા જોવા મળે છે.


વાંસની ડાબી બાજુ સંપૂર્ણપણે પાણીથી ભરેલી હોવાથી તે ખેતર તરફ પડે છે. જેના કારણે બીજી બાજુની લોખંડ પ્લેટ પર જોરથી અથડાય છે, જેના કારણે જોરથી અવાજ આવે છે. પક્ષીઓ પણ આ અવાજ સાથે ખેતરમાં આવવાની હિંમત નહીં કરે! લોકોને ખેડૂતનો આ જુગાડ ખુબ જ પસંદ આવ્યો અને તેને ખુબ જ પંસદ પણ કરી રહ્યા છે.

Niraj Patel