આને કહેવાય કઈંક નવું! યુવકોએ માટીમાંથી બનાવી કરોડોની કાર, જુઓ વીડિયો

કરોડોની મોંઘી કાર ભૂલી જાવ, હવે ઘરે વસાવો આ સસ્તી કાર

વિશ્વમાં કઈંક નવુ કરનારા લોકોની કમી નથી. મોંઘી વસ્તુઓ ન ખરીદી શકતા સસ્તામાં તેના જ જેવી જ વસ્તુઓ બનાવી નાખે છે. તેના માટે એવા એવા જુગાડ કરે છે કે બસ તમે જોતા જ રહી જાવ. હાલમાં ઈન્ટરનેટ પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે.

આ વીડિયો એટલા માટે ખાસ છે, કારણ કે ત્રણ યુવકોએ ભેગા મળીને માટી અને પ્લાસ્ટિકમાંથી કાર બનાવી છે. આ કારને જોયા બાદ તમને નહીં લાગે કે આ માટીમાંથી બનાવી છે. હાલમાં આ કાર સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ છે કે આ યુવકો પોતાનો શાર્પ દિમાગનો કેવી રીતે ઉપયોગ કરીને કાર બનાવે છે. જેમણે પણ આ યુવકોની ક્રિએટિવિટી જોઈ તે બધા દંગ રહી ગયા. આ કારને પ્લાસ્ટિક, માટી અને ટીનની મદદથી બનાવવામાં આવી છે.

પહેલી નજરમાં તો આ કાર તમને Bugatti જ લાગશે પરંતુ પછી ખબર પડશે આ કાર તો માટીમાંથી બનેલી છે. આ યુવકોએ કારને ચાલુ કરીને પણ બતાવી. આ કારને એટલી બારીકાઇથી  બનાવવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ અસલી અને નકલી કારનો ફર્ક નહીં કરી શકે. સૌ પ્રથમ ત્રણેય યુવકો બહારથી માટી ખોદીને લાવે છે અને તેને પ્રોસેસ કરી છે. ત્યારબાદ પ્લાસ્ટિક અને ટીનની મદદથી કાર બનાવવાનું શરૂ કરે છે. 

ત્યારબાદા એન્જીનનો જુગાડ કરવામાં આવે છે અને પછી કારને કલર કરવામા આવે છે. જ્યારે ગાડીને કલર કરીને તૈયાર કરવામાં આવે છે ત્યારે એકદમ Bugatti જેવી લાગે છે. આ કાર લઈને જ્યારે આ ત્રણેય યુવકો રોડ પર ફરવા નિકળ્યા ત્યારે લોકો જોતા જ રહી ગયા. કારણ કે આ પહેલા આવા દેશી જુગાડથી કોઈએ કાર બનાવી નહોતી.  

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતી વખતે તેમણે કેપ્શનમાં લખ્યું કે, કરોડો રૂપિયાની Bugatti ખરીદવાની શું જરૂર છે, જ્યારે તમારામાં અબજો રૂપિયાની ક્રિએટિવિટી અને સ્કિલ્સ હાજર છે. હાલમાં આ વીડિયો સોશિલયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકોને આ યુવકોની ક્રિએટિવિટી ખુબ પસંદ આવી રહી છે.

YC