જીવનશૈલી

લગ્નના મંડપમાં વરરાજાએ ઉડીને મારી એન્ટ્રી, વિડીયો જોઈ લોકોના શ્વાસ રોકાઈ ગયા

બોલિવૂડમાં ડેસ્ટિનેશન વેડિંગના ક્રેઝ પછી, ઘણા લોકોએ તેમના લગ્ન દિવસને વધુ યાદગાર બનાવવા માટે જુદા જુદા આઇડિયા અપનાવવા માંડ્યા છે. ભારતીય લોકો ધામધૂમથી લગ્ન કરવામાં મોખરે હોય છે.ત્યારે એક વરરાજાના સ્કાયડાઇવિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વરરાજા આકાશની ઊંચાઇએથી થઈને તેના લગ્નમાં પહોંચ્યો હતો.

મેક્સિકોના લોસ કેબોસનો આ મામલો છે. અમેરિકામાં રહેતા ભારતીય મૂળના અક્ષય યાદવે તેના લગ્નમાં ભવ્ય એન્ટ્રી પ્રવેશ માટે એક અલગ પદ્ધતિ પસંદ કરી હતી. એક તરફ જ્યાં લોકો તેમના લગ્નમાં ઘોડી પર એન્ટ્રી કરે છે, ત્યાં અક્ષય યાદવે નામનો આ વ્યક્તિ તેના લગ્નમાં સ્કાઇડાઇંગ કરતો આવ્યો હતો.

મેક્સિકોના લોસ કેબોસમાં પોતાના પ્રેમ ગગનપ્રીત સિંહ સાથે લગ્ન કરવા માટે તે વિમાનથી કૂદી ગયો હતો અને તેના પેરાશૂટ સાથે જોરદાર પવનનો સામનો કરી તેના લગ્નમાં પહોંચ્યો હતો. આકાશ યાદવનો એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર wedmegood નામના યુઝરે આ વીડિયો 26 નવેમ્બરના રોજ શેર કર્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહયા છે.

 

View this post on Instagram

 

A post shared by WedMeGood (@wedmegood) on

આ વીડિયોમાં અક્ષય યાદવ પેરાશૂટ પરથી નીચે આવતો જોવા મળી રહ્યો છે, જેમ જેમ આકાશ જમીન પર આવી રહ્યો હતો, ત્યાં હાજર 500 લોકો તેના સ્વાગત માટે ખુશીઓથી તાળીઓ પાડી રહયા હતા.

જો કે આકાશ મિત્રો અને પરિવાર સાથે જાન લઈને હોડીમાં બેસીને આવવા માંગતો હતો. પણ કેટલાક કાનૂની કારણોને લીધે એ મુશ્કેલ હતું, જેના પછી આકાશે તેના લગ્નમાં આકાશમાંથી એન્ટ્રી લેવાનું નક્કી કર્યું.અક્ષય યાદવ અને ગગનપ્રીત સિંહ બંને વ્યવસાયે યુએસમાં ડાન્સર અને એક્ટર છે, બંનેએ હિન્દૂ રિવાજો સાથે મેક્સિકોમાં લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Akaash Yadav (@akaashyadav) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.