6 પંખા વાળું જબરદસ્ત કુલર જોઈને તો તમારી આંખો પણ ચાર થઇ જશે, આજ પહેલા આવડું મોટું કુલર ક્યારેય નહિ જોયું હોય, જુઓ વીડિયો
Bahubali Cooler Video : હાલ દેશભરમાં ચોમાસાએ દસ્તક આપી છે, પરંતુ ગરમીનું પ્રમાણ હજુ પણ દેશના ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે ઉનાળાની અંદર પણ ગરમીથી છુટકારો મેળવવા માટે લોકો અલગ અલગ જુગાડ કરતા પણ જોવા મળ્યા. જે લોકો પાસે એસી નથી તે ગરમીથી છુટકારો મેળવવા માટે આવા જુગાડ કરતા હોય છે, ત્યારે હાલ એક બાહુબલી કુલરનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી બારી પર એક ફ્રેમ લગાવવામાં આવી છે. તે ફ્રેમમાં ઠંડા ઘાસની ટોચ પર 6 એક્ઝોસ્ટ ફેન લગાવવામાં આવ્યા છે. તેમજ તેની નીચે એક મોટી ટાંકી પણ બનાવવામાં આવી છે. એકંદરે વાતાવરણને ઠંડક આપવા માટે સંપૂર્ણ સ્વદેશી સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. હવે ઈન્ટરનેટના લોકો આ વીડિયો જોઈને પોતાના દિલની વાત લખી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે આ શું બનાવ્યું… તો કેટલાકે કહ્યું કે આપણે સપનામાં પણ વિચાર્યું નથી કે કૂલર આવું હોઈ શકે છે.
આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પેજ @sikhle_india દ્વારા 23 જૂને પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું- આ ટેક્નોલોજી ભારતની બહાર ન જવી જોઈએ. આ વીડિયોને અત્યાર સુધી 41 લાખ વ્યૂઝ અને 2 લાખ 79 હજાર લાઈક્સ મળી ચૂકી છે. અને ઘણા યુઝર્સે તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. જ્યાં એક વ્યક્તિએ આ પંખો બનાવવાનો ખર્ચ કાઢ્યો અને કહ્યું કે ભાઈ આટલામાં તો બ્રાન્ડ ન્યુ કુલર આવી જતું.
View this post on Instagram
જ્યારે બીજાએ લખ્યું કે આનાથી વીજળીનું બિલ વધી જશે. કેટલાક યુઝર્સે તેને સલામતીની દૃષ્ટિએ બાળકો માટે જોખમી ગણાવ્યું હતું. તે કહે છે કે પંખામાં કોઈનો પણ હાથ આવી શકે છે. આ રીતે વીડિયોને જોઈને લોકો પોતાના અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે, પરંતુ એક વાત નક્કી છે, આ વીડિયોને જોઈને ચોક્કસ લોકોને આવું બાહુબલી કુલર જોવાની નવાઈ લાગી.