લો બોલો… ઠંડી લાગતી હતી તો આ ભાઈએ બાઈક પર જ સળગાવી દીધું તાપણું, વાયરલ થયો વીડિયો જુઓ

રીલ બનાવી સોશિયલ મીડિયામાં ફેમસ થવાનો ક્રેઝ તો જુઓ, બાઈકની પાછળ ઊંધો ફરીને બેઠેલા વ્યક્તિએ કર્યું તાપણું, જુઓ વીડિયો

ઠંડીનો માહોલ આખા દેશમાં જબરદસ્ત ચાલી રહ્યો છે, ગુર્જાત સમેત દરેક રાજ્યોમાં હાડ થીજવી દે તેવી ઠંડી પડી રહી છે, ત્યારે આ ઠંડીથી બચવા માટે લોકો અલગ અલગ પ્રકારના નુસખાઓ પણ અપનાવતા જોવા મળતા હોય છે, ઘણા લોકો તો ઘરમાંથી જ બહાર નથી નીકળવા માંગતા, છતાં પણ ઘણીવાર કામ માટે બહાર જવું પડતું હોય છે.

ત્યારે જો ઘરની બહાર કાળઝાળ ઠંડી લગાતી હોય અને તેમાં પણ બાઈક પર જવું કેટલું મુશ્કેલ હોય છે તેની કલ્પના આપણે કરી શકીએ છીએ. એવામાં જો ક્યાંક તાપણું દેખાઈ જાય તો આપણે પણ આપણા હાથ અને શરીર શેકી લેતા હોઈએ છીએ. ત્યારે હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં બાઈક પર જઈ રહેલા એક યુવકે બાઈક પર જ તાપણું કરી દીધું.

વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે બાઇક ચાલક સીધો બેઠો છે. પરંતુ પાછળની સીટ પરનો વ્યક્તિ ઊંધો બેઠો છે. બંનેએ હેલ્મેટ પહેર્યું નથી, અને પાછળનો માણસ ચાલતી બાઇક પર આગ લગાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેણે જુગાડ સાથે બાઇક પર એક બોક્સ બાંધ્યું છે, જેમાં આગ પ્રગટાવવામાં આવી છે. આ વીડિયો 18 જાન્યુઆરીની રાતનો જણાવવામાં આવી રહ્યો છે.

બાઇક પર તાપણું કરનારા છોકરાનું નામ રોહિત વર્મા છે, જે અનોખી રીલ બનાવતી વખતે ટ્રાફિકના નિયમો ભૂલી ગયો હતો. યુવકે જણાવ્યું કે જ્યારે તે આ વીડિયો શૂટ કરી રહ્યો હતો ત્યારે તે પોલીસકર્મીઓને પણ મળ્યો હતો, જેમને તેણે સમજાવ્યું કે તેઓ શું કરી રહ્યા છે, ત્યારબાદ પોલીસકર્મીઓએ તેને જવા દીધો. આ વીડિયો ઈન્દીરાના વિજય નગરનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Niraj Patel