દેશી ભાભીના ઠુમકા જોઈને ઘાયલ થઇ રહ્યા છે સોશિયલ મીડિયામાં લોકો, તસવીરો અને વીડિયોએ લગાવી દીધી આગ

લગ્નમાં આપણે જયારે પણ જઈએ ત્યારે જો જોરશોરથી બેન્ડ કે ડીજે વાગતું હોય તો આપણું પણ નાચવાનું મન ચોક્કસ થઇ જાય. આવા પ્રસંગોમાં આપણે ઘણા લોકોને મન મૂકીને નાચતા  જોયા છે. ત્યારે હાલ આધુનિક સમયમાં સ્માર્ટફોન દ્વારા આવા લગ્ન પ્રસંગોમાં ડાન્સના વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે ત્યારે આવા જ એક દેશી ભાભીજીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરકક થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે લગ્ન પ્રસંગમાં ડીજે ઉપર ગીત વાગી રહ્યું છે. ત્યારે જ ત્યાં ઉભેલા એક દેશી ભાભીને ડાન્સ કરવા માટે કોઈ બોલાવે છે. ભાભી પણ પોતાનો ડાન્સ બતાવવા માટે આતુર હોય તેમ તે પણ ડાન્સ કરતા લોકો સાથે આવી જાય છે.

ડીજેનો અવાજ સાંભળીને ફ્લોર ઉપર આવેલા ભાભીજી એવા જબરદસ્ત ઠુમકા લગાવે છે, કે ત્યાં હાજર બધા જ લોકો પણ તેમને જ જોતા રહી જાય છે, ભાભીજીના આ શાનદાર અને ધમાકેદાર ડાન્સને કોઈએ પોતાના કેમેરામાં પણ કેદ કરી લીધો. જેના બાદ આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો.

ભાભીજીનો ફક્ત ડાન્સ જ લોકોને પસંદ નથી આવ્યો, પરંતુ ડાન્સની અંદર ભાભીજી જે હાવભાવ કરી રહ્યા તે પણ લોકોનું દિલ જીતી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર પણ હવે આ દેશીભાભીને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. તેમના વીડિયોને 1 કરોડ કરતા પણ વધારે લોકોએ જોયો છે તો લાખો લોકોએ તેને લાઈક પણ કર્યો છે.

Niraj Patel