ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી મોટી આગાહી, આગામી 4-5 દિવસ સુુધી જાણો કયાં કયાં થશે વરસાદ

વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મૂકાયો હતો, જયાં પાણીનો અભાવ હોય ત્યાં પાક સુકાઈ જવાની ભીતિ સેવાઇ રહી હતી. ત્યારે હવે ફરી મેઘરાજાની ઇનિંગ શરૂ થઇ ગઇ છે. વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજયમાં હવે આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યુ છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડશે. માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઇ છે. દરિયાઇ કિનારે ભારે પવન ફૂકાય તેવી પણ શક્યતા સેવાઇ રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી મહેરબાન થયા છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 16 જુલાઇ સુધી રાજ્યના અમદાવાદ, ગાંધીનગર વડોદરા અને દાહોદમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, દીવ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, નર્મદા, ભરૂચ, ડાંગ, કચ્છ, અમરેલી, બોટાદ, ભાવનગરમાંપણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 18.37%, પૂર્વ- મધ્ય ગુજરાતમાં 17.71%, કચ્છ ઝોનમાં 18.31%, અને ઉત્તર ગુજરાતમાં 16.69% વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 15.91% વરસાદ પડ્યો છે.

Shah Jina