“હમ દિલ દે ચૂકે સનમ” જેવી લવ સ્ટોરી રિયલ લાઇફમાં, દરિયાદિલ પતિએ પત્નીના કરાવ્યા પ્રેમી સાથે લગ્ન

ફિલ્મી સ્ટાઇલમાં પતિએ પોતાની જ પત્નીના કરાવ્યા લગ્ન, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ લવ સ્ટોરી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

બોલિવુડની ફિલ્મ “હમ દિલ દે ચૂકે સનમ” જેવી કહાની હાલમાં સામે આવી, અહીં એક પ્રેમી પોતાની પરણિત પ્રેમિકાને મળવા તેના સાસરે પહોંચ્યો હતો. જેવી જ આ વાતની જાણ પતિને થઇ તો તેણે પત્નીના તેના પ્રેમી સાથે લગ્ન કરાવી દીધા. આ અનોખી ઘટના હવે પૂરા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. મામલો ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના બરિયારપુર નગર પંચાયતનો છે.

“હમ દિલ દે ચૂકે સનમ” જેવી લવ સ્ટોરી રિયલ લાઇફમાં
અહીં રહેવાવાળા એક યુવકના લગ્ન એક વર્ષ પહેલા બિહાર રાજ્યના ગોપાલગંજ જિલ્લાના થાના ભોરે ક્ષેત્રના એક ગામમાં થયા હતા. બધુ ઠીક ચાલી રહ્યુ હતુ, પણ શુક્રવારે રાત્રે પત્નીનો પ્રેમી કે જે બિહારના ભોરેનો રહેવાસી છે તે અચાનક તેની પરણિત પ્રેમિકાને મળવા બરિયાપુર તેના સાસરે પહોચ્યો. ઘરની અંદર પકડાવા પર ગ્રામીણ એકઠા થઇ ગયા અને તેની ખૂબ પિટાઇ કરી.

પતિએ પત્નીના કરાવ્યા પ્રેમી સાથે લગ્ન
પ્રેમીને આવી રીતે જોઇ પ્રેમિકા તેના પતિને ગુહાર લગાવા લાગી કે તેને છોડી દેવામાં આવે. આ જોઇ પતિનું દિલ પીગળી ગયુ અને તેણે નક્કી કર્યુ કે તે તેની પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવી દેશે. પતિએ તેના ઘરવાળા અને સાસરાવાળાને પહેલા મનાવ્યા અને જ્યારે તેઓ માની ગયા તો તેણે મંદિરમાં લગ્ન કરાવી દીધા અને પછી ખુશીથી બંનેને વિદા કર્યા.

ખુશી ખુશી કરી વિદા
બિહારના ગોપાલગંજ જિલ્લાના થાના ભોરેના રેડવરિયા ગામના રહેવાસી આકાશ શાહની માનીએ તો તેનો પાડોશી ગામની રહેવાસી યુવતિ સાથે બે વર્ષથી પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. તે વેલ્ડિંગનું નાનુ-મોટુ કામ કરતો હતો. આ વચ્ચે એક વર્ષ પહેલા યુવતિના લગ્ન થઇ ગયા પણ તે તેને ભૂલી ન શક્યો અને શુક્રવારે રાત્રે તેને સાસરે મળવા પહોંચી ગયો. ત્યાં પહેલા તો ગામવાળાએ તેની પિટાઇ કરી દીધી પરંતુ બાદમાં તેની સાથે લગ્ન કરાવી દીધા.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina