આપણા દેશમાં યુવાનોમાં નશા માટે પ્રખ્યાત પંજાબથી એક અજબ કિસ્સો સામે આવ્યો છે, જે કોઈ ફિલ્મની વાર્તાથી ઓછો નથી. ડેનમાર્કની એક યુવતીને પંજાબના એક યુવક સાથે પ્રેમ થઇ ગયો, અને એ જાણવા છતાં કે યુવક ડ્રગ એડિક્ટ છે, એને આ યુવકનો સાથ નિભાવવાનું નક્કી કર્યું.
ડેનમાર્કની નતાશા અને ગુરદાસપુરના મલકીત સિંહના સાચા પ્રેમની આ વાત છે. ગુરદાસપુરના સંદલ ગામના નિવાસી મલકીત સિંહની મિત્રતા એક ચેટ પ્લેટફોર્મ પર અનાયાસે જ થઇ. ફક્ત એક મેસેજથી શરુ થઈને આ બંનેની વાત કોલ સુધી પહોંચી ગઈ અને બંનેને પ્રેમ થઇ ગયો. મલકીતને નશાની આદત હતી અને એ આ વાત નતાશાને કહી દેવા માંગતો હતો પણ એને ડર હતો કે વાત બગડી ન જાય, પરંતુ એક દિવસ તેને હિમ્મત પોતાની વાત નતાશાને કહી જ દીધી.

જયારે ખબર પડી કે મલકીતને નશાની આદત છે, તો નતાશાએ એની સાથે સંબંધો તોડયા નહિ, પણ તેને આ ખરાબ આદત છોડાવવાનું નક્કી કર્યું અને ડેનમાર્કથી ગુરદાસપુર આવી અને લગ્ન કરી લીધા. પછી તે અહીં જ રહીને કોશિશ કરી કે મલકીત નશાની આ ખરાબ આદતથી બહાર આવી જાય. મલકીતને નસો છોડવા માટે ખૂબ જ પ્રેરિત કર્યો પણ કોઈ ખાસ અને તેના વિઝા ખતમ થવા પર તે મલકિતને લઈને ડેનમાર્ક જતી રહી. પરંતુ અહીં પણ મલકિતને નશો છોડવામાં તકલીફ આવી રહી હતી. અહીં પણ તેની હાલત ખરાબ થતા તે પતિનો સહારો બનીને તેને ડોક્ટર પાસે લઈ ગઈ. થોડા સમય સુધી ઈલાજ કરાવ્યા બાદ પણ કોઈ ફરક ન પડતા તે મલકિતને ભારત લઇ આવી. આ દરમ્યાન તેનો નશો ચાલુ જ હતો.
ગુરદાસપુર લાવીને નતાશાએ મલકીતને અહીંના નશા મુક્તિ કેન્દ્રમાં ડખળ કરાવ્યો અને હવે નતાશા પોતે જ તેની સારસંભાળ રાખી રહી છે. માલકિતનું કહેવું છે કે હવે પત્નીના કહેવા પર તે નશો છોડવાનું નક્કી કરી ચુક્યો છે અને નતાશા પણ તેનો સાથ આપી રહી છે. મલકીત અનુસાર, તે હવે ઘણી હદ સુધી ઠીક થઇ ગયો છે. તે ઈચ્છે છે કે એ નશાથી મુક્ત થઇ જાય અને બાકીનું જીવન નતાશા સાથે વિતાવે. મલકીત આ ખરાબ આદતમાંથી સંપૂર્ણપણે બહાર આવ્યા પછી નતાશા સાથે ડેનમાર્ક જવાની તૈયારીમાં છે. બંનેનો પ્રેમ એક મિસાલ છે.

અહીં નોંધનીય છે કે મલકિતને પહેલા દારૂની આદત હતી. જેને છોડાવવા માટે તે ડોક્ટર પાસે ગયો તો ડોકટરે તેને એલપ્રેકસની ગોળીઓ ખવાય માટે આપી. જેની આદત લાગી ગઈ અને પછી તે આખું પત્તુ દવા ખાવા લાગ્યો. આટલું જ નહિ, તેને ફ્લૂડનો નશો કરવાનું પણ શરુ કરી દીધું હતું. જમીન ઘણી હોવાના કારણે પૈસાની કમી ન હતી અને એ નશાના દલદલમાં ફસાતો ગયો. પરંતુ નતાશાએ તેને નશો છોડવા માટે ખૂબ જ પ્રેરિત કર્યો અને ખૂબ જ સાથ આપ્યો. જેને કારણે હવે તેની હાલતમાં ઘણી સુધાર છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks