હોટલમાંથી હવસખોર પત્ની પ્રેમી સાથે રંગેહાથ માનવતા ઝડપાઇ તો પત્નીને ભરણપોષણ મળે? ફેમિલી કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો
ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા અવૈદ્ય સંબંધોના મામલા સામે આવે છે કે કોઇ પણ હેરાન રહી જાય. હાલમાં એક મામલો અમદાવાદનો સામે આવ્યો, જેમાં લગ્ન બાદ પરપુરુષ સાથે
પત્ની હોટેલમાં જઇ શરીર સુખ માણતી હતી અને પતિએ પત્નીને રંગે હાથ ઝડપી. પ્રાપ્ત જાણકારી મુજબ, અમદાવાદના વેજલપુરમાં રહેતા વ્યક્તિના લગ્ન 2016માં થયા હતા.

લગ્ન બાદ સુહાગરાતે પત્નીએ બાધા હોવાનું કહી અને તબિયત સારી ન હોવાનું બહાનું બનાવ્યું. લગ્ન પછી તે મંગળસૂત્ર પણ નહોતી પહેરતી. જો કે, એકવાર પતિને તેના પર્સમાંથી ગર્ભનિરોધક ગોળીઓ મળી આવી અને પછી શંકાને આધારે પતિએ પત્નીનો પીછો કર્યો. આ દરમિયાન તે એક હોટલમાં પહોંચી હતી. જ્યાં તે પ્રેમી સાથે હતી. એવું પણ સામે આવ્યુ કે બંનેએ ખોટા નામે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો અને બંને શરીર સુખ માણી રહ્યા હતા.

પત્નીએ દગો આપ્યા બાદ પતિએ ડિવોર્સ માટે ફેમિલી કોર્ટમાં વકીલ મારફતે અરજી કરી અને પૂરાવાને જોતા કોર્ટે વ્યાભીચારી સ્ત્રીને કાયદા મુજબ ભરણપોષન ન મળે તેમ જણાવ્યુ અને ડિવોર્સની અરજીને પણ સ્વીકારી. કોર્ટે ચુકાદામાં કહ્યું, કાયદાની પરિભાષા પ્રમાણે જે સ્ત્રી વ્યાભિચારી હોય તેને ભરણપોષણ મળે નહીં.