દીકરીને NRI સાથે પરણાવતાં પહેલા સો વાર વિચારજો, ગાંધીનગરની આ દીકરી સાથે જે થયું એ તમારી સાથે પણ થઇ શકે છે.. 1 કરોડ માંગ્યા પતિએ, જાણો સમગ્ર મામલો

આજકાલ યુવાનોમાં વિદેશ જવાનું ખુબ જ ઘેલું લાગ્યું છે. ઘણા લોકો અભ્યાસ માટે કે કમાવવા માટે વિદેશ જવાનું વિચારતા હોય છે. ઘણા લોકો ગેરકાયદેસર પણ પ્રવેશતા હોય છે ત્યારે તે દુર્ઘટનાનો પણ ભોગ બનતા હોય છે. તો ઘણીવાર વિદેશમાંથી પણ ભારતીયોની હત્યા કે મોત થવાના મામલાઓ સામે આવતા રહે છે. તે છતાં પણ લોકોના મનમાં વિદેશ જઈને સારા પૈસા કમાવવાની લાલસા હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ત્યારે ઘણા વાલીઓ પણ એવું વિચારતા હોય છે કે તેમની દીકરી વિદેશમાં લગ્ન કરીને સુખી રહેશે. પરંતુ ઘણીવાર NRI યુવકો સાથે લગ્ન કરવા પણ ભારે પડે છે. ઘણા એવા કિસ્સાઓ સામે આવે છે જેને લઈને ચકચારી પણ મચી જતી હોય છે. હાલ એક એવો જ મામલો ગાંધીનગરમાંથી સામે આવ્યો છે જ્યાં અમેરિકામાં રહેતા એક પતિ પર પત્નીએ તેને અમેરિકા લઇ જવા માટે 1 કરોડ રૂપિયા દહેજ માંગવાનો આરોપ લગાવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં જ આવેલા ભાટ ગામમાં રહેતી સાચી પટેલ નામની યુવતીના લગ્ન ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં ગાંધીનગરમાં જ સરગાસણ ખાતે રહેતા રોબિન વિનોદભાઈ પટેલ સાથે સામાજિક રીતિ રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ સાચી તેના સાસરે રહેતી હતી ત્યારે જ તેની નણંદ રિયાએ તે આજના જમાના પ્રમાણે રહેતી નથી એવું બધું કહીને મહેણાં મારવાનું શરૂ કર્યું હતું. પરંતુ સાચીએ આ બાબતે ધ્યાન ના આપ્યું.

થોડા જ સમયમાં તેની નણંદ અમેરિકા ચાલી ગઈ. જેના બાદ સાચી તેના પતિ રોબિન સાથે હનીમૂન પર ગોવા પણ ગઈ હતી. જ્યાંથી પાછા આવ્યા બાદ 13 જાન્યુઆરીના રોજ રોબિન પણ અમેરિકા ચાલ્યો ગયો. અમેરિકા જતા પણ રોબીને સચિને કહ્યું હતું કે તે અમેરિકા જઈને તેની ફાઈલ મુકશે અને પછી તેને પણ પોતાની પાસે બોલાવી લેશે. સાચી પણ રોબિનની વાતોમાં આવી ગઈ.

રોબિન અમેરિકા ગયો તેના બાદ સાચી તેના સાસુ સસરા સાથે જ સરગાસણમાં રહેતી હતી. રોબિનના અમેરિકા ગયા બાદ તે સાચી સાથે વીડિયો કોલમાં વાત કરતો પરંતુ થોડા સમય પછી તેને પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું. તેને સાચીના ફોન ઉપાડવાનું અને મેસેજના જવાબ આપવાનું બંધ કરી દીધું. સાચી એમ માનતી હતી કે તેનો પતિ કામમાં વ્યસ્ત હશે.  પરંતુ થોડા સમય બાદ તેને સાચીને ફોન કરીને તું દહેજમાં કઈ લાવી નથી. અમેરિકા આવવા માટે ખર્ચો તારે ઉપાડવો પડશે.

સાચીએ જયારે પૂછ્યું કે કેવું દહેજ અને શેના પૈસા ? ત્યારે સચિને કહ્યું કે મેં અમેરિકામાં ગ્રીન કાર્ડ અને સીટીઝન શિપ માટે 1 કરોડ ખર્ચ્યા છે. જો તારે અમેરિકા આવવું હોય તો તારે 1 કરોડ મને દહેજ રૂપે આપવા પડશે. જયારે સાચીએ આ માટે ના પાડી ત્યારે રોબીને ઝઘડો કરીને છૂટાછેડાની માંગણી કરી. આ માટે તેને સાસુને વાત કરતા સાસુએ પણ પોતાના દીકરાનો પક્ષ લઈને અમેરિકા જવા માટે પૈસા તો ખર્ચવા જ પડે એમ કહ્યું. ત્યારે મામલે પરણિતાએ તેના પરિવારજનોને વાત કરતા પતિ અને સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

Niraj Patel