ખબર

રેમડેસિવિર ઈન્જેક્શન માટે શા કારણે ઘણા શહેરોમાં વધી રહી છે લાઈન ? જાણો શા કારણે છે જરૂરી ?

રેમડેસિવિર ઈન્જેક્શન ખરીદવા લોકો ગાંડાની જેમ તૂટી પડ્યા છે, શું તમને ખબર છે એના થી શું થાય? જાણો રસપ્રદ ઇન્ફોર્મેશન

કોરોના સંકટ ફરી એકવાર દેશને હચમચાવી રહ્યો છે, સમગ્ર દેશની અંદર કોરોનાના કેસ વધી રહ્યા છે, ત્યારે લોકો પણ કોરોનાથી બચવા માટે અને સંક્રમિત થયેલા લોકો જલ્દી સાજા થાય તેના માટે ઘણા ઉપાયો પણ કરી રહ્યા છે.

આ દરમિયાન જ કોરોનાની સારવાર માટે રેમડેસિવર ઇન્જેક્શન ખુબ જ કારગર સાબિત થાય છે એવું સામે આવતા જ મેડિકલ સ્ટોરની બહાર ઇન્જેક્શન ખરીદવા માટે લાંબી લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે.

થોડા સમય પહેલા જ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવર ઇન્જેક્શન ખરીદવા માટે લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી. ત્યારે મનમાં પ્રશ્ન થાય કે એવી તો શું જરૂરિયાત હશે કે આ ઇન્જેક્શન ખરીદવા માટે એકદમ જ આટલી લાંબી લાઈનો લાગી રહી છે ?

ગુજરાતના સુરત અને મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પણ મેડિકલ સ્ટોરમાં મોટી સંખ્યામાં લોકો આ ઇન્જેક્શન ખરીદવા માટે જોવા મળ્યા હતા. લોકોનું ક્હેવું છે કે કોરોના સંકટમાં આ ઇન્જેક્શન ખુબ જ કામ આવે છે. જેના કારણે તે અત્યારથી જ તેને લઇ લેવા માંગે છે. કારણ કે જરૂરિયાત વધવાની સાથે ભાવ પણ વધી રહ્યા હ્ચે.

ઇન્દોરમાં આ સમયે સંકટને જોતા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે જેને પણ આ ઇન્જેક્શન લેવાનુ હોય તેમને આધારકાર્ડ કે કોઈ આઈડી પ્રુફ અને ડોક્ટરનું એપ્રુવલ પણ બતાવવું પડશે. તમને જણાવી દઈએ કે ભારતમાં આ ઈન્જેકશની કિંમત 800 રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા સુધીની છે.

એક્સપર્ટનું માનીએ તો આ ઇન્જેક્શન ફેફસામાં ઇન્ફેક્શન ફેલાવવાથી બચાવે છે. કોરોના કાળમાં તેની ખાસ જરૂર પડી રહી છે અને મોકા ઉપર આ કારગર પણ સાબિત થાય છે. કોઈ વ્યક્તિ જો કોરોનાથી ગંભીર હાલતમાં પહોંચી ગયો છે તો તેને આ ઇન્જેક્શનની ખુબ જ જરૂર પડે છે.

અમેરિકાના ઘણા વૈજ્ઞાનિકોએ આ ઈન્જેક્શનને કોરોનાની સારવાર માટે કારગર જણાવ્યું હતું. પરંતુ WHO દ્વારા તેની નિર્ભરતા ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા થા.

જેમ જેમ આ ઈન્જેક્શનની ડિમાન્ડ વધી રહી છે તેમ તેમ તેની કાળાબજારીનો સંકટ પણ વધવા લાગ્યો છે. મહારાષ્ટ્રમાં થોડા દિવસ પહેલા બે લોકોની ધરપકડ કરવામાં આવી. જેમની પાસેથી  284 રેમડેસિવર ઇન્જેક્શન મળી આવ્યા હતા.