‘અંડરવિયર પહેરવું જરૂરી અને દેખાવું… ‘ એરલાઈન આવો નિયમ પણ જારી કરી શકે છે, કોઈ વિચારી પણ ન શકે

દુનિયાભરની એરલાઈન્સે પોતાનો અલગ-અલગ પ્રકારનો ડ્રેસ કોડ બનાવી રાખ્યો છે, જેનું ધ્યાન એરલાઈન સ્ટાફે રાખવું પડે છે. ક્યારેક કેટલીક એરલાઈન્સ આ અંગે એવું મેમો જારી કરે છે, જેની ખૂબ ચર્ચા થાય છે. અમેરિકાની ડેલ્ટા એરલાઈન્સે ફ્લાઈટ એટેન્ડન્ટ પોસ્ટ માટેના ઈન્ટરવ્યૂ માટે આવો જ એક અજીબોગરીબ ડ્રેસ કોડ નિયમ જારી કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, ડેલ્ટા એરલાઈન્સે તાજેતરમાં બે પાનાનું એક મેમો જારી કર્યું છે, જેમાં ફ્લાઈટ એટેન્ડન્ટ પોસ્ટ માટે ઈન્ટરવ્યૂ આપનારા લોકો માટે નિયમો અને કાયદા જણાવવામાં આવ્યા છે, ખાસ કરીને અંડરવિયરને લગતા. મેમો અનુસાર, ઈન્ટરવ્યૂ આપનારાઓએ યોગ્ય અંડરગારમેન્ટ્સ પહેરવા જરૂરી છે, અને તે દેખાવા ન જોઈએ. જ્યારે એરલાઈન્સને આ પાછળનું કારણ પૂછવામાં આવ્યું, ત્યારે એરલાઈન્સના પ્રવક્તાએ જણાવ્યું કે આનો ઉદ્દેશ ફ્લાઈટ એટેન્ડન્ટની નોકરીની આકાંક્ષા રાખનારાઓને પ્રથમ નજરે સારો પ્રભાવ પાડવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. એરલાઈન્સ તેના ગ્રાહકોને શ્રેષ્ઠ વાતાવરણ આપવા માટે પ્રતિબદ્ધ છે, તેથી ફ્લાઈટ એટેન્ડન્ટ્સ માટે આ મેમો જારી કરવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર થઈ રહી છે આલોચના

આ મેમોને કારણે ડેલ્ટા એરલાઈન્સને ઘણી આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક યુઝરે લખ્યું, “અરજદારોએ અંડરવિયર પહેરવું ફરજિયાત છે, પરંતુ તે દેખાવું ન જોઈએ. ડેલ્ટાના હાયરિંગ મેનેજર્સ કેવી રીતે ચકાસણી કરશે કે અરજદારોએ ખરેખર અંડરવિયર પહેર્યું છે?”

બીજા એક યુઝરે વ્યંગ કસતા લખ્યું, “ડેલ્ટા એરલાઈન્સની ફ્લાઈટ એટેન્ડન્ટ પોસ્ટ માટે અરજી કરનારાઓ માટે ડ્રેસ કોડનો ખુલાસો. નોંધ: તમારે અંડરવિયર પહેરવું પડશે.”

એક અન્ય યુઝરે લખ્યું, “ડેલ્ટાએ અરજદારોને કહ્યું છે કે અંડરવિયર પહેરો પરંતુ તે દેખાવું ન જોઈએ. શું ખરેખર આ વાત કહેવાની જરૂર છે? લોકો કયા પ્રકારની નોકરી માટે અરજી કરી રહ્યા છે?”

કપડાં-વાળ અંગે પણ નિયમો

આ ઉપરાંત મેમોમાં અન્ય ઘણા પ્રકારના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં વાળ, જૂતા, હીલ્સ, જ્વેલરી અને કપડાં અંગેના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કંપની અનુસાર ફ્લાઈટ એટેન્ડન્ટનો વાળનો રંગ કુદરતી હોવો જોઈએ. વાળનો રંગ કોઈ બોલ્ડ હાઈલાઈટ કે આર્ટિફિશિયલ શેડ વગરનો હોવો જોઈએ. સાથે જ વાળ પાછળની તરફ બાંધેલા અને ખભાની ઉપર હોવા જોઈએ. નખ નિયોન કલર કે વધુ ચમકદાર ન હોવા જોઈએ. ટેટૂને ઢાંકીને રાખવા જોઈએ. કપડાં અને સ્કર્ટ ઘૂંટણની લંબાઈ કે તેનાથી નીચે હોવા જોઈએ. જૂતા અંગે જણાવવામાં આવ્યું છે કે તે એથ્લેટિક ન હોવા જોઈએ.

Dhruvi Pandya