આવી પત્ની ભગવાન કોઇને ના આપે….મજૂર પતિના પૈસાથી બની નર્સ, પછી પ્રેમી સાથે મળી પાડી દીધો ખેલ

2.5 લાખનું કર્યુ દેવું, ભણાવી ગણાવી પત્નીને બનાવી નર્સ…મજૂર પતિને છોડી પ્રેમી સાથે ભાગી પત્ની

Nurse Wife Marries Boyfriend: ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અલગ અલગ પ્રેમ કહાનીઓ અને બેવફાઇની કહાનીઓ સામે આવતી રહે છે, ત્યારે યુપીના પ્રખ્યાત જ્યોતિ મૌર્ય કેસ જેવો જ એક કિસ્સો ઝારખંડના ગોડ્ડામાંથી સામે આવ્યો છે. એક ડિલિવરી બોયે 2.5 લાખ રૂપિયાની લોન લીધી અને તેની પત્નીને નર્સિંગનો કોર્સ કરાવ્યો. પરંતુ પત્ની તેની સાથે દગો કરીને પ્રેમી સાથે ભાગી ગઈ.

આ મામલે પતિએ પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગોડ્ડા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના કઠૌન ગામ નિવાસી ટિંકુ યાદવે જણાવ્યું કે તેના લગ્ન પ્રિયા કુમારી સાથે થયા છે. લગ્ન પછી પત્ની આગળ ભણવા માંગતી હતી અને તે એક ઉત્સુક વિદ્યાર્થી હતી. આ કારણોસર નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પણ ટિંકુએ તેનું ભવિષ્ય સુધરશે તેવું વિચારીને તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો.

તેણે તેની પત્નીને નર્સિંગ સ્કૂલમાં નર્સિંગ કોર્સ માટે એડમિશન અપાવ્યું. લગભગ 2.5 લાખ રૂપિયાની તેણે પત્નીના અભ્યાસ માટે લોન લીધી. જો કે, લગ્નના દોઢ વર્ષ પછી ભણતી વખતે ટીંકુની પત્ની પાડોશી દિલખુશ રાઉતના પ્રેમમાં પડી અને કોર્સ પૂરો થતાં જ તેની સાથે ભાગી ગઈ. જ્યાં સુધી ટિંકુને આ વાતની જાણ થઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ટિંકુએ જણાવ્યું કે તેણે લોન લીધી હતી અને તેની પત્નીને ANM ડિગ્રી મેળવવા માટે નર્સિંગ કોલેજમાં એડમિશન અપાવ્યું હતું.

દિવસ-રાત મહેનત કરીને તેણે કોલેજની ફી ભરી. પછી એક દિવસ કંઈક એવું બન્યું જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. પ્રિયા કુમારીએ તેના પ્રેમી સાથે કોર્ટ મેરેજ કરી લીધા અને ટિંકુને ગત 24મી સપ્ટેમ્બરે આ સમાચાર મળ્યા. આ સમાચારથી ટીંકુ અંદરથી ભાંગી પડ્યો હતો. પત્નીની બેવફાઈથી વ્યથિત ટીંકુ પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પત્ની તેમજ તેના પ્રેમી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.

Shah Jina