ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો હાલ ખૂબ જ ચર્ચામાં છે. એનું કારણ છે કે એક કસ્ટમરે ડિલિવરી બોય મુસ્લિમ હોવાને કારણે ઓર્ડર કેન્સલ કર્યો હતો. ત્યારે ઝોમેટોના આ મુસ્લિમ ફૂડ ડિલિવરી બોય ફૈયાઝએ કહ્યું કે એ આ ધાર્મિક ભેદભાવને કારણે ખૂબ જ દુઃખી થયો છે.
આ ઘટના મધ્યપ્રદેશની છે. અહીં જબલપુરના રહેવાસી અમિત શુક્લાએ ઝોમેટો પરથી ફૂડ ઓર્ડર કર્યું હતું, પણ પછીથી ઓર્ડર કેન્સલ કરી દીધો હતો, કારણે કે એનો રાઇડર એક મુસ્લિમ વ્યક્તિ હતો. અમિત શુક્લાએ ટ્વીટર પર લખ્યું, ‘ઝોમેટો પર એક ઓર્ડર કેન્સલ કર્યો, તેઓએ એક ગેર-હિન્દૂ ડિલિવરી બોય મોકલ્યો હતો. તેઓએ મને કહ્યું કે તેઓ આ ડિલિવરી બોયને નહિ બદલી શકાશે નહીં અને રિફંડ પણ કે શકશે નથી.

આ આખી ઘટનામાં આ મુસ્લિમ ડિલિવર બોય ફૈયાઝનું કહેવું છે કે તેને કસ્ટમરને તેમના ઘરની લોકેશન જાણવા માટે કોલ કર્યો હતો, પણ જ્યારે કોલ ઉઠાવવામાં આવ્યા ત્યારે તેઓએ કહ્યું કે એમને ઓર્ડર કેન્સલ કરી દીધો છે. તેને આ આખી ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે ‘હા દુઃખી તો થયો છું. પણ હવે શું કહું સર, એ લોકો જેવું કહેશે… ઠીક છે આના પર કરી પણ શું શકાય. ગરીબ લોક છીએ સહન તો કરવું જ પડશે.’

જયારે બીજી તરફ આ પ્રકારના વર્તન માટે અમિત શુકલાને કોઈ પણ અફસોસ નથી. તેને કહ્યું કે ‘શું ભારતના વિચારમાં મારી અભિવ્યક્તિ આઝાદી અને ધર્મ સામેલ નથી. અત્યરે શ્રાવણનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને આ મારી અંગત પસંદની વાત છે.’ ઝોમેટોએ અમિતને જવાબ આપતા લખ્યું હતું કે ‘ખાવાનો કોઈ ધર્મ નથી હોતો, ખાવાનું ખુદ એક ધર્મ છે.’
Food for thought pic.twitter.com/zZ3k6YfuzI
— Zomato India (@ZomatoIN) July 31, 2019
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks